Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

તમિલ ફિલ્મની હિન્દી રિમેકમાં કામ કરશે વિદ્યા

વિદ્યા બાલન લાંબા સમયથી બોલીવૂડના પરદેથી દુર છે. હવે તે અભિનેતા-રાજકારણી નંદમુરિ તારક રામારાવની જિંદગી પરથી બનનારી ફિલ્મમાં કામ કરી રહી છે. એનટી રામારાવની પત્નિ બાસવ તારકમની ભૂમિકા વિદ્યા નિભાવશે.

આ ઉપરાંત તમિલ કોમેડી ડ્રામા ફિલ્મ '૩૬ વાયાધિનિલે'ની હિન્દી રિમેક માટે પણ વિદ્યાનો સંપર્ક કરાયો છે. આ ફિલ્મ ૨૦૧૫માં આવી હતી અને સુપરસ્ટાર સૂર્યાએ નિર્માણ કર્યુ હતું. ફિલ્મની કહાની ૩૬ વર્ષની ગૃહિણીના જીવન પર આધારીત છે. જે પતિ અને દિકરી માટે પોતાના સપના કુરબાન કરી દે છે અને બાદમાં પોતાની જાતને ફરીથી શોધવા યાત્રા પર નીકળી પડે છે. વિદ્યા છેલ્લે તુમ્હારી સુલુમાં જોવા મળી હતી. બેસ્ટ ફિલ્મનો આઇફા એવોર્ડ પણ મળ્યો હતો.

(12:01 pm IST)