Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

અમિતાભ બચ્ચને લોન્ચ કર્યું 'આઈ કેયર' અભિયાન

મુંબઈ: બોલીવડુના મહાનાયક અને અભિનેતા અમિતાભ બચ્ચને  આંધળાપણાને નાબુત કરવામાં માટે સી નાઉ અભિનયન લોન્ચ કર્યું છે. આ અભિયાન મુખ્યતઃ ઉત્તરપ્રદર્શન અનુક જિલામાં લોન્ચ કરવામાં આવ્યું છે. અભિયાન અંર્ગત પાંચ જીલાઓ ઉન્નાવ,લખનૌ, રાયબરેલી, લખીમપુર ખીરી અને સીતાપુરમાં રેડિયો, ટેલિવિઝન, પ્રિન્ટ,સોશિયલ મીડિયા, વ્હોટ્સએપ અને એસએમએસ દ્વારા આંખની દેખભાળને લઈને અભિયાન ચલાવવામાં આવશે,

(5:38 pm IST)
  • લોધીકામાં ૦II ઈંચ : સૌરાષ્ટ્રના ૧૨ તાલુકામાં હળવા-ભારે ઝાપટા : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં મેઘાવી માહોલ વચ્ચે હળવો - ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે સાંજે ૪:૩૦ વાગ્યા સુધીમાં લોધીકામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. જયારે ઉમરાળા, વલ્લભીપુર, જામકંડોરણા, ગોંડલ, પડધરી, રાજકોટ, બોટાદ, ઉના, ભેસાણ, જૂનાગઢ, મેંદરડા અને વિસાવદરમાં હળવા - ભારે ઝાપટા વરસ્યા છે. access_time 4:46 pm IST

  • હવામાન વિભાગમાં માત્ર ૯ મીમી વરસાદ નોંધાયો : રાજકોટ : શહેરમાં આજે સવારથી હળવા-ભારે ઝાપટા પડી રહ્યા છે ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડાઓમાં શહેરમાં વિવિધ સ્થળોએ અડધાથી એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે ત્યારે રાજકોટ સ્થિત હવામાન ખાતામાં માત્ર ૯ મી.મી. વરસાદ નોંધાયો છે. બપોરે ૩ વાગ્યે ૯૨% ભેજ સાથે ૧૮ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છે. વરસાદી માહોલના પગલે મહત્તમ તાપમાન ગગડ્યુ છે. ૨૭ ડિગ્રી ઉષ્ણતામાન નોંધાયુ છે. access_time 8:49 am IST

  • ડ્રાઈવિંગ લાયસન્સ માટે લઘુતમ શૈક્ષણિક યોગ્યતાની અનિવાર્યતા ખતમ કરશે સરકાર :હાલમાં વાહન ચાલકને લાયસન્સ મેળવવા માટે 8 પાસ હોવું જરૂરી છે;આર્થિક પછાતવર્ગને કામકાજના સંદર્ભે કુશળ લોકોને લાભ પહોંચાડવા બસ,તર્ક,અને માલવાહક,વાહનોના ચાલકો માટે લઘુતમ શૈક્ષણિક યોગ્યતા હટાવવા નિર્ણંય લેવાય શકે છે access_time 12:53 am IST