Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

યોગ દિવસે જ યોગ કરવાના બદલે દરરોજ ૧૦ મિનીટ યોગ માટે ફાળવવો જોઇએ: શિલ્પા શેટ્ટી

નવી દિલ્હી : દુનિયામાં 21 જૂને ઇન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી થાય છે. બોલિવૂડની અનેક સેલિબ્રિટીઓ યોગ કરવાની અપીલ કરતી હોય છે. યાદીમાં સૌથી પહેલું નામ છે યોગ ક્વિન ગણાતી શિલ્પા શેટ્ટીનું. હવે યોગ દિવસ નજીક છે ત્યાં શિલ્પા શેટ્ટીએ યોગા નામની એપ લોન્ચ કરી છે.

જે લોકોને યોગ કરવામાં સમસ્યા થતી હોય તેમને એપથી ફાયદો થશે. એપી મદદથી લોકો યોગને જીવનનો હિસ્સો બનાવશે. શિલ્પાનું માનવું છે કે યોગ અને મેડિટેશન દિનચર્યાનો હિસ્સો હોવો જોઈએ. શિલ્પાની સલાહ છે કે માત્ર યોગ દિવસે યોગ કરવાને બદલે રોજ ઓછામાં ઓછો 10 મિનિટનો સમય એના માટે ફાળવવો જોઈએ.

શિલ્પાએ તેના ચાહકોને સલાહ આપી છે કે તમામ લોકોએ પ્રાણાયામ કરવા જોઈએ. શિલ્પાનું માનવું છે કે હાલમાં સ્ટ્રેસથી ભરપુર જીવનમાં લોકો ડોક્ટરની દવા તો લે છે પણ કુદરતના આશિર્વાદ જેવા યોગની પ્રેકટિસ નથી કરતા. શિલ્પા   પહેલાં પોતાની ફિટનેસ સીડી લોન્ચ કરી ચૂકી છે. સોશિયલ મીડિયામાં તેના યોગ અને એક્સરસાઇઝના વીડિયો સુપરહિટ છે.

(5:20 pm IST)