Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

શિલ્પા મારા એકસ બોયફ્રેન્ડ અક્ષયને ડેટ કરી રહી હતી ત્યારે પણ અમે દોસ્ત હતા : રવિના

મુંબઈ,તા.૧૮ : એક સમય હતો કે જ્યારે બોલીવુડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર અને રવીના ટંડનની  પ્રેમ કહાની બધા જાણતા હતા. બન્ને સગાઈ સુધી થઈ ચુકી હતી. પરંતુ ફરીથી બન્ને જુદા થઈ ગયા હતા. અક્ષયએ તેની પછી બોલીવુડ એકટ્રેસ શિલ્લા શેટ્ટીને ડેટ કરી હતી. પરંતુ દોસ્ત હતા ત્યારે શિલ્પા તેમના એક્સ  બોયફેન્ડ અક્ષય કુમારને ડેટ કરી રહી હતી.

રવીનાએ જણાવ્યું હતુ કે મારી અને અક્ષય કુમારની સગાઈ  પહેલા જ તુટી ચુકી હતી. તેના પછી મે એ વાંચ્યુ કે શિલ્લા અને અક્ષય એક બીજાને ડેટ કરી રહ્યા છે. જો કે પછી તે ટિવક્કલ ખન્નાને ડેટ કરવા લાગ્યો હતો. પરંતુ હું અને શિલ્લા હંમેશા સારા મિત્રો રહ્યા છીએ. શિલ્લાની સાથે  તેમના સંબંધોમાં આવેલી તનાવ વિષે જ્યારે રવીનાને પૂછવામાં આવ્યું તેણે કહયુ કે એવું કંઈ નથી. પરંતુ અમે પરદેશી બાબૂ ફિલ્મમાં સાથે કામ કર્યુ છે. જ્યારે તે અક્ષયને ડેટ કરી રહી હતી ત્યારે સારા મિત્રો હતો.

રવિનાએ વધુમાં જણાવ્યુ હતુ કે એક અમેરિકન શોની દરમિયાન અમે બન્નેની મુલાકાત થઈ હતી. તેના પછી સમાચાર આવ્યા કે હું અને અક્ષય એક બીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ ત્યારે તે વાતોમાં કોઈ સત્યાતા હતી નહી. હું અને અક્ષયએ ફેબ્રુઆરી ૧૯૯૫થી એકબીજાને ડેટ કરવાનું શરુ કર્યુ હતું. રવીનાએ જણાવ્યુ હતુ કે અક્ષય અને તેણે એક મંદિરમાં સગાઈ કરી હતી. પરંતુ અક્ષયને ડર હતો કે સગાઈના સમાજાર જાહેર થઈ જશે તો તેના ફોલોવર્સની સંખ્યામાં ઘટાડો થશે. તેના કારણે અમે આ વાત બધાથી છુપાવીને રાખી હતી.અક્ષયએ કહ્યુ હતુ કે તે પોતાની શુંટીંગ પુરુ કર્યા પછી લગ્ન કરી લેશે, પરંતુ ફરી અમે અલગ થઈ ગયા હતા.

(3:32 pm IST)