Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ઋત્વિક માટે કોઈપણ નિયમ તોડી નાખીશ : તમન્ના ભાટીયા

મુંબઈ,તા.૧૮ : સાઉથની જાણીતી અભિનેત્રી તમન્ના ભાટિયાએ તામિલ ચેટ શો ફેમસલી ફિલ્મફેરમાં કહ્યું કે જો એને ક્યારેય પણ ઋત્વિક રોશન સાથે કામ કરવા મળ્યું તો એ કોઇ પણ નિયમ તોડી નાંખશે.

સાઉથની જાણીતી અભિનેત્રી તમન્ના ભાટિયા 'બાહુબલી' ફિલ્મ બાદ દેશ-દુનિયામાં ફેમસ અને લોકપ્રિય બની ગઇ. તેની પાસે હવે હિન્દી ફિલ્મોની ઓફર પણ આવવા લાગી છે. તે કહે છે કે મને હવે રોજ હિન્દી ફિલ્મોની ઓફર આવે છે, પરંતુ હવે મારી પસંદગી થોડી બદલાઇ ગઇ છે. હું રોજ ઘણી સ્ક્રિપ્ટ જોઇ રહી છું અને જ્યારે ફાઇનલ થશે ત્યારે બધાંને જણાવી દઇશ.

(3:31 pm IST)