Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

સાઇના નેહવાલની બાયોપિક માટે પરસેવો વહાવી રહી છે પરિણીતી

પહેલા અને પછી સાઈના, તુ આ કેવી રીતે કરી શકે?

પરિણીતી ચોપડા હાલમાં સાઇના નેહવાલની બાયોપિક માટે અથાક મહેનત કરી રહી છે. તે બઙ્ખડમિન્ટનની ટ્રેઇનિંગ લઈ રહી છે. પોતાના પાત્રમાં પ્રાણ પૂરવા માટે તે ભરપૂર પ્રેકિટસ કરી રહી છે. ડિરેકટર અમોલ ગુપ્તેની આ ફિલ્મમાં સાઇનાનું પાત્ર આ અગાઉ શ્રદ્ઘા કપૂર ભજવવાની હતી. તેણે શૂટિંગ પણ શરૂ કરી દીધું હતું. જોકે બાદમાં તેણે આ ફિલ્મ છોડી દીધી હતી. ત્યાર બાદ આ ફિલ્મમાં પરિણીતીની એન્ટ્રી થતાં તે આ કેરેકટરને સાકાર કરવા માટે ઓતપ્રોત થઈ ગઈ છે. પરિણીતીએ પોતાની પ્રેકિટસ સેશનના બે ફોટો ટ્વિટર પર શેર કર્યા છે. એક ફોટોમાં તે બેડમિન્ટન રમી રહી છે તો બીજા ફોટોમાં તે થાકીને બેડમિન્ટન કોર્ટ પર જ ઊંઘી રહી છે. આ બન્ને ફોટોઝને ટ્વિટર પર શેર કરીને પરિણીતીએ ટ્વીટ કર્યું હતું કે પહેલાં અને પછી. સાઇના નેહવાલ, તું આ કેવી રીતે કરી શકે છે? સાઇના નેહવાલ બાયોપિકના શૂટિંગની શરૂઆત ઓકટોબરમાં કરવામાં આવશે.

(1:06 pm IST)