Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

પાનીપત માટે અર્જુન કપૂર કરી રહ્યો છે જબરી મહેનત

અભિનેતા અર્જુન કપૂરની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ બોકસ ઓફિસ પર નિષ્ફળ નિવડી છે. જો કે અર્જુન આ વાતને ભુલી જઇ નવી ફિલ્મ 'પાનીપત' માટે તૈયારીમાં લાગી ગયો છે. આ ફિલ્મ માટે તે જીમમાં ખુબ કસરતો કરી રહ્યો છે. પાનીપત માટે તે પોતાના લૂક સાથે બોડીમાં પણ જબરદસ્ત બદલાવ લાવ્યો છે. એતિહાસિક વિષય ધરાવતી આ ફિલ્મ માટે તેણે જબરી બોડી બનાવી છે. આવી એક તસ્વીર તેણે સોશિયલ મિડીયા પર મુકી હતી. જેના ચાહકોએ વખાણ કર્યા હતાં. અર્જુન શર્ટલેસ થઇને બેઠો હોય તેવી તસ્વીર ખુબ વાયરલ થઇ હતી. જેમાં તેનો લૂક હલ્ક જેવો છે. તે જીમમાં કસરત કરતો હોય તેવી એક તસ્વીર પણ તેણે પોસ્ટ કરી હતી. તેના જોરદાર મસલ્સ જોવા મળી રહ્યા છે. તસ્વીર સાથે તેણે 'વોરિયર મોડ ઓન' એવું કેપ્શન લખ્યુ છે. પાનીપતમાં સંજય દત્ત અને ક્રિતી સેનન પણ છે. ડિસેમ્બરમાં આ ફિલ્મ રિલીઝ થશે.

(10:02 am IST)