Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

યુપીની ભાષા શીખી રહી છે સની લિયોની

બોલીવૂડની હોટ અભિનેત્રી સની લિયોની હોરર કોમેડી ફિલ્મ કરી રહી છે. 'કોકાકોલા' નામની આ ફિલ્મમાં પોતાના રોલને ન્યાય આપવા સની લિયોનીએ ઉત્તર પ્રદેશની સ્થાનિક ભાષા શીખવાનું શરૂ કર્યુ છે. નિર્માતા મહેન્દ્ર ધારીવાલની આ ફિલ્મનું આગામી મહિનાથી શુટીંગ શરૂ થશે. ફિલ્મની પટકથા ઉત્તર પ્રદેશની પૃષ્ઠભૂમિ પર આધારીત હોવાથી સની લિયોનીને આ ભાષા શીખવી જરૂરી છે. સનીએ કહ્યું હતું કે મારા કામની વાત હોય તો હું એ દરેક નવી ચીજ શીખવા તૈયાર રહુ છું. કોઇપણ ભાષા શીખવી પડે તો હું શીખીશ. આમ થવાથી કલાકાર તરીકે વિકસવાની પણ મને તક મળે છે. નવુ શીખવાની અલગ જ મજા છે. સની દક્ષિણ ભારતીય ફિલ્મો રંગીલા અને વિરમાદેવીમાં પણ કામ કરી રહી છે. સનીએ કહ્યું હતું કે સાઉથની ફિલ્મો મને આગળ વધવામાં ખુબ મદદરૂપ થશે. કોઇપણ નવી સભ્યતા વિશે જાણવું મને ખુબ ગમે છે.

(10:01 am IST)