Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

અનુરાગ બસુની ફિલ્મ લાઇફ ઇન અ મેટ્રોની સિક્વલમાં કામ કરશે કંગના રનોત

મુંબઈ:અભિનેત્રી કંગના રનૌત અનુરાગ બસુની ફિલ્મ લાઇફ ઇન મેટ્રોની સિક્વલ ફિલ્મ પણ કરવાની હોવાનું જાણવા મળ્યું હતું. યોગાનુયોગે અનુરાગ બસુની ગેંગસ્ટર ફિલ્મથીજ કંગનાએ પોતાની અભિનય કારકિર્દી શરૃ કરી હતી. ગંેગસ્ટર પછી બંનેએ વો લમ્હેંલાઇફ ઇન મેટ્રો અને કાઇટ્સ ફિલ્મો કરી હતી. લાઇફ ઇન મેટ્રોને સમીક્ષકોએ પણ બિરદાવી હતી. ફિલ્મમાં ઇરફાન ખાન, શિલ્પા શેટ્ટી, કોંકોણા સેન શર્મા અને અન્યોએ કામ કર્યુ ંહતું. હવે અનુરાગ બસુ લાઇફ ઇન મેટ્રોની સિક્વલ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવાની માહિતી મળી હતી. માટે કંગનાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને કંગનાએ સિક્વલ કરવાની હા પાડી હોવાની માહિતી મિડિયાને આપવામાં આવી હતી. હાલ કંગના મણીકર્ણિકામાં ઝાંસી કી રાનીનો રોલ કરી રહી છે. ફિલ્મ પૂરી થયા બાદ સિક્વલનો આરંભ થશે એેવું એની નિકટનાં સૂત્રોએ કહ્યું હતું. જો કે કંગનાએ અનુરાગને એમ પણ કહ્યું હતું કે સ્ક્રીપ્ટ જોરદાર હોય જોજો. સ્ક્રીપ્ટ અને મારો રોલ બંને પાવરફૂલ હોય તો મારે કામ કરવું છે. અનુરાગે એને હૈયાધારણ આપી હતી કે બંને સરસ હશે. તું ચિંતા નહીં કર.

(4:14 pm IST)