Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

ફાધર્સ ડે પર બોલ્ડ ફોટો શેર કર્યા સની લીઓનીએ

મુંબઇ તા. ૧૮ : ફાધર્સ ડે નિમિત્તે ગઇ કાલે બોલીવુડની બોલ્ડ એકટ્રેસ સની લીઓનીએ તેના પતિ ડેનિયલ વેબર સાથે કપડા વિનાની તેની ફેમિલીની તસવીર સોશ્યલ મીડિયામાં શેર કરી તો લોકોની પ્રતિક્રિયા અલગ રહી હતી.

સની લીઓનીએ ૨૦૧૭માં અનાથ બાળકીને દત્તક લીધી હતી અને તેને નીશા નામ આપ્યુ હતુ ત્યાર બાદ સરોગસીની મદદથી તેમને બે પુત્ર થયા છે જેમના નામ  અશેર સિંહ વેબર અને નોઆ સિંહ વેબર રાખવામાં આવ્યા છે.

આ ફેમિલીએ ગઇ કાલે બે ફોટા અપલોડ કર્યા હતા. જેમા પહેલી તસવીરમાં સની, ડેનિયલ અને નિશા દેખાય છે. ડેનિયલે શર્ટ  પહેર્યુ નથી પણ સની અને નિશા ન્યુડ છે. જો કે સનીએ નિશાને એવી રીતે પકડી છે કે એમા અજુગતુ ન લાગે. બીજી તસ્વીરમાં ડેનિયલ તેના બે પુત્રો સાથે જોવા મળે છે. જોકે આ તસ્વીરો જોઇને શરૂમાં લોકોએ સનીને ટ્રોલ કરવાની શરૂ કરી પણ પછી તેને પોઝીટીવ કમેન્ટ મળવા લાગ્યા હતા.

સની લીઓની હાલમાં એમટીવીના રિયાલીટી શો 'સ્પ્લિટવિલા' ના શુટિંગમાં વ્યસ્ત છે અને સાથે સાથે તામિલ ફિલ્મ 'વિરમહાદેવી' પણ કરી રહી છે.ફિલ્મમાં તે લીડ રોલમાં છે અને યોદ્ધાનું પાત્ર ભજવી રહી છે.(૧૭.૩)

(1:54 pm IST)