Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

દીપિકાએ ખુલ્લેઆમ કહી દીધું કે રણવીર ફકત તેનો જ છે !

પહેલીવાર રણવીર માટેનો લવ જાહેર કર્યો

મુંબઇ તા. ૧૮ : રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનું સૌથી લોકપ્રિય કપલ માનવામાં આવે છે. બંને અવારનવાર એકબીજા સાથે જોવા મળે છે અને ઘણી ઈવેન્ટ્સમાં ખૂબ હસી-મજાક કરતા દેખાય છે. તેમની આ મજાક-મસ્તી ફેન્સને તેમના રિલેશનશિપની હિન્ટ્સ આપતી રહે છે. હવે ફેન્સ તેમના લગ્નની રાહ જોઈ રહ્યાં છે.

અનુષ્કા શર્મા અને સોનમ કપૂરના લગ્ન બાદ રણવીર-દીપિકાના લગ્નની ચર્ચાએ ખૂબ જોર પકડ્યું છે. અટકળો તો એવી પણ લાગી રહી છે કે, બંને આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે. ત્યારબાદ એવી વાત સામે આવી કે, રણબીર કપૂર સાથેનું રિલેશનશિપ ફેઈલ થયા બાદ દીપિકા હવે લગ્નથી ડરવા લાગી છે. હવે આ તમામ ગોસિપ્સ વચ્ચે દીપિકાએ ખુલ્લેઆમ કહી દીધું છે કે, રણવીર માત્ર તેનો જ છે.

અસલમાં રણવીર ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી છે, જેમાં તે દરિયાકિનારે ઊભો રહી સ્ટનિંગ લૂક આપી રહ્યો છે. આ તસવીરને ખૂબ લાઈકસ અને કોમેન્ટ્સ મળી રહી છે પણ એક કોમેન્ટ જે સૌથી ખાસ છે તે છે તેની ગર્લફ્રેન્ડ દીપિકાની. દીપિકાએ રણવીરની તસવીર કોમેન્ટ કરી, 'માઈન (મારો).'

દીપિકાની આ કોમેન્ટે લોકોના દિલ જીત લીધા. બીજી બાજુ રણવીરની કેટલીક ફીમેલ ફેન્સના દિલ પણ તૂટી ગયા. તેમણે દીપિકાની કોમેન્ટ પર રિપ્લાઈ કરતા કહ્યું કે, રણવીર તેનો પણ છે. કેટલીક ફેન્સે તો કહ્યું કે, તે રણવીરને દીપિકા સાથે શેર કરવા માગે છે. લોકોએ કહ્યું કે, તેઓ હવે 'દીપવીર'ના લગ્ન જોવા ઉતાવળા છે.(૨૧.૭)

(9:57 am IST)