Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

વિદ્યુત જામવાલની 'જંગલી'ની રિલીઝ તારીખ બદલાશે

વર્ષ ૨૦૧૧માં આવેલી ફિલ્મ ફોર્સમાં જોન અબ્રાહમ અને વિદ્યુત જામવાલ હતાં. વિદ્યુત નવો હતો છતાં તેણે અભિનયથી સોૈના દિલ જીતી લીધા હતાં. એ પછી તેને કમાન્ડો ફ્રેન્ચાઇઝીની બે ફિલ્મો મળી હતી. હવે વિદ્યુત નવી ફિલ્મ 'જંગલી' સાથે આવી રહ્યો છે. આ ફિલ્મ ૧૯ ઓકટોબરના રિલીઝ થવાની હતી. પરંતુ હવે તારીખ આગળ વધારી દેવામાં આવી છે.

કહેવાય છે કે એ જ દિવસે હોલીવૂડની ફિલ્મ 'મોગલી' આવી રહી છે. આ ફિલ્મ સાથે ટક્કર ટાળવા વિદ્યુતની ફિલ્મ પાછળ ધકેલાઇ છે. જંગલી ફિલ્મ સાથે નિર્દેશક ચક રસૈલ સામેલ છે. જેણે અગાઉ હોલીવૂડની બ્લોક બસ્ટર ફિલ્મો ઇરેઝર, ધ સ્કોર્પિયન કિંગ, ધ માસ્ક સહિતની ફિલ્મો આપી છે. જો કે ફિલ્મની તારીખ બદલવા બાબતે સત્તાવાર સમર્થન મળ્યું નથી.

(5:23 pm IST)