Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

અક્ષય ખન્નાને ફીને કારણે ગુમાવવી પડશે ફિલ્મ

થોડા સમય પહેલા એવી વાત સામે આવી હતી કે અક્ષય ખન્ના 'સેકશન-૩૭૫ મર્જી યા જબરદસ્તી' ફિલ્મમાં રોલ નિભાવશે. પણ હવે નિર્માતા સાથે માથાકુટ થવાથી અક્ષયને આ ફિલ્મમાંથી હટાવી દેવામાં આવ્યો છે. આ પાછળનું કારણ અક્ષયની ફી હોવાનું કહેવાય છે. પ્રારંભે જ અક્ષયને કેટલી ફી મળશે તેની વાત નક્કી થઇ ગઇ હતી. પણ પાછળથી તેણે ડબલ ફી માંગતા નિર્માતા નારાજ થઇ ગયા હતાં. નિર્માતા સાથે એટલી હદે વાત વણસી ગઇ હતી કે અક્ષયને ફિલ્મમાં લેવાનું જ માંડી વાળ્યું હતું. કુમાર મંગત અને અભિષેક પાઠકની આ ફિલ્મ ઘણા દિવસો પહેલા જ ફલોર પર જવાની હતી. પણ અક્ષયએ ભુલથી બીજી ફિલ્મ માટે તારીખો આપી દીધી હતી. હવે અક્ષયની જગ્યાએ કોને લેવામાં આવશે તે નક્કી થશે. હીરોઇન તરીકે રિચા ચઢ્ઢા છે. નિર્દેશનનું કામ મનિષ ગુપ્તાને સોંપાયું છે. 

(5:13 pm IST)