Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

તાપસી અનુરાગની ફિલ્મમાં બનશે નિશાનેબાજ

પિન્ક ફિલ્મ પછી અભિનેત્રી તાપસીએ બોલીવૂડમાં નામના મેળવી લીધી છે. તે ગ્લેમરસ અને મસ્તી ભર્યા રોલ ઉપરાંત ગંભીર પાત્રો પણ ભજવતી રહે છે. હવે તાપસી સૂરમા નામની ફિલ્મ કરી રહી છે. જે હોકી ખેલાડી સંદિપસિંહની બાયોગ્રાફી છે. આ ફિલ્મમાં તે અસલી જિંદગીનું પાત્ર ભજવી રહી છે. સંદિપસિંહનું પાત્ર દિલજીત દોસાંઝ નિભાવી રહ્યો છે. તાપસી અનુરાગ કશ્યપની ફિલ્મ વુમનિયા પણ કરી રહી છે. આ ફિલ્મ ભારત દેશના સોૈથી જુના નિશાનેબાજોના જીવન પરથી પ્રેરિત છે. આ ફિલ્મમાં તાપસીને મુખ્ય રોલ અપાયો છે. તે એક શૂટરની ભૂમિકા નિભાવશે. તાપસી ઉપરાંત બીજી એક અભિનેત્રી પણ હશે, જેની પસંદગી બાકી છે. આ કહાની મહિલા નિશાનેબાજ ચંદ્રો તોમર અને તેની ભાભી પ્રકાશી તોમરની છે. આ મહિલાઓ રિવોલ્વર દાદીના નામથી ઓળખાય છે. બંનેએ સોથી વધુ પુરસ્કાર જીત્યા છે.

(1:15 pm IST)