Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

સોશ્‍યલ મીડિયામાં છવાયો શ્રીદેવીની હમશકલનો જાદુ

મુંબઈ,તા.૧૮: બોલિવુડની નંબર વન હિરોઇનમાંથી એક એવી અભિનેત્રી એટલે શ્રી દેવી.. ભલે તે આજે આ દુનિયામાં નથી પરંતું તેમની ફિલ્‍મો અને ગીતો તથા ડાંસ આજે પણ ક્‍યાંકને ક્‍યાંક આપણા મનમાં છે. પહેલી ફિલ્‍મથી લઇને છેલ્લી ફિલ્‍મ ઇંગ્‍લિશ ઇગ્‍લિશ સુધી શ્રી દેવીએ ન જાણે અઢળક સુપરહિટ ફિલ્‍મો આપી. આજે પણ શ્રીદેવીને યાદ કરવામાં આવે છે. ત્‍યારે વાત કરીએ સોશિયલ મીડિયાની તો હાલમાં એક વીડિયોએ ભારે ધૂમ મચાવી છે. જોઇને એમ જ થાય કે અરે આ તો શ્રીદેવીની હમશકલ છે.

જી,હા સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. તેની સ્‍ટાઇલ અને લુક એકદમ શ્રીદેવી જેવા જ છે. તેની બોલવાની સ્‍ટાઇલ અને એક્‍ટિંગની સ્‍ટાઇલ પણ અદભુત છે.આ યુવતીનું નામ દિપાલી ચૌધરી છે.

તેનો વીડિયો જોઇને લોકો તેની શ્રીદેવી સાથે સરખામણી કરે છે. સોશિયલ મીડિયા પર દરેક જગ્‍યાએ તેની ચર્ચાઓ થઈ રહી છે. ખરેખર, આ વીડિયોમાં તે બિલકુલ શ્રીદેવી જેવી જ દેખાઈ રહી છે. પાલીને તેની ફિલ્‍મના ડાયલોગ્‍સ અને ક્‍યારેક ગીતોની નકલ કરતી જોઈને દરેક વ્‍યક્‍તિ દંગ રહી જાય છે.

દિપાલી ચૌધરી નામના ઇન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટ ઉપર તેના ઢગલા વીડિયો છે. જેને જોઇને શ્રીદેવીના ફેન ખુશીની લાગણી અનુભવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે શ્રીદેવીનું ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ અવસાન થયુ. તેઓ દુબઈમાં એક લગ્નમાં હાજરી આપવા ગયા હતા. તેનો મૃતદેહ બાથરૂમના બાથટબમાંથી મળી આવ્‍યો હતો. તેમના શંકાસ્‍પદ મૃત્‍યુ અંગે પણ અનેક સવાલો ઉભા થયા હતા. પરંતુ પછી તપાસમાં જાણવા મળ્‍યું કે તેનું મૃત્‍યુ એક અકસ્‍માત હતો.

(1:16 pm IST)