Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

જૈકી શ્રોફે રહસ્ય ખોલ્યું

સલમાન સેટ પર મારા કપડા-જૂતાનું ધ્યાન રાખતો

મુંબઈઃ તા.૮, બોલીવૂડ એકટર સલમાન ખાન અને જૈકી શ્રોફ- જેમણે હાલમાં જ 'રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' માં સ્ક્રીન શેર કરી છે, જે એકમેકને ઇન્ડસ્ટ્રીમાં લાંબા સમયથી ઓળખે છે. સલમાન અને જૈકી એક ૩૦થી વધુ વર્ષોથી મિત્ર છે અને હાલમાં જૈકીએ કેટલાંક રહસ્યો પરથી પડદો ઊંચક્યો છે. જ્યારે આ મોટો સ્ટાર અસિસ્ટન્ટ ડિરેકટર હતો, ત્યારે તે મારાં કપડાં અને શૂઝ સંભાળતો હતો. એમ જેકી શ્રોફે કહ્યું હતું, તેમણે ૧૯૮૮માં 'ફલક' માટે સાથે કામ કરતા હતા. જૈકી માને છે કે તેના કારણે જ સલમાન ખાનને પહેલો બ્રેક મળ્યો હતો.

જૈકી શ્રેફ ઉર્ફે ભીડુએ કહ્યું હતું કે હું તેને એક મોડલ તરીકે અને એક અસિસ્ટન્ટ ડિરેકટર તરીકે ઓળખું છું, જેણે મારી ફિલ્મ 'ફલક' (૧૯૮૮)ના શૂટિંગ વખતે મારાં કપડાં અને બૂટ સંભાળ્યાં હતાં. તે મારા નાના ભાઈની જેમ મારું ધ્યાન રાખતો હતો.

સલમાન અને જૈકીએ ૯૦ના દાયકાથી ફિલ્મોમાં કામ કયું છે અને તેઓ એકબીજા સાથે સારું જોડાણ ધરાવે છે. પીઢ એકટરે જણાવ્યું હતું કે તે ખાનના ફોટો પ્રોડ્યુસરર્સને શેર કરતો હતો. આખરે કેસી બોકડિયાના સંબંધીએ તેને બોલીવૂડમાં બ્રેક આપ્યો. 'મૈને પ્યાર કિયા' (૧૯૮૯)એ તેને સ્ટારડમ અપાવ્યું, મને લાગે છે કે ઇન્ડસ્ટ્રીમાં તેને બ્રેક અપાવવામાં મારી મહત્ત્વની ભૂમિકા રહી છે. આવી રીતે અમારી મિત્રતા શરૂ થઈ છે. જોકે મિત્રતા એટલી ઘનિષ્ઠ ન થઈ શકી, પણ તેની પાસે કંઈ પણ મોટી ફિલ્મ આવે છે તો તે મારા વિશે વિચારે છે. હાલના સમયે પણ રાધે... જેવી એકશન-કોમેડી ફિલ્મ લઈને આવ્યો છે, જેનું દિગ્દર્શન પ્રભુદેવાએ કયું છે.

(1:21 pm IST)