Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

અનુષ્‍કા સાથે હું જરૂર મારી બાયોપિકમાં કામ કરવા ઇચ્છીશઃ વિરાટ કોહલીની બોલિવૂડમાં એન્ટ્રીની તૈયારી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, તે પોતાની બાયોપિકમાં કામ કરવા માટે તૈયાર છે પરંતુ તેની શરત માત્ર એટલી છે કે અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા આ ફિલ્મમાં તેની સાથે કામ કરે.

કોહલીએ ભારતીય ફુટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીની સાથે ઇન્સ્ટાગ્રામ લાઇવ વીડિયો સેશનમાં આ વાત કહી હતી. આ સેશન દરમિયાન બંન્ને એથલીટે ઘણા મુદ્દા પર વાત કરી હતી.

કોહલીએ કહ્યુ, 'અનુષ્કાની સાથે હું જરૂર મારી બાયોપિકમાં કામ કરવા ઈચ્છીશ.' કોહલીએ કહ્યુ કે, તે આજે જે પ્રકારનો વ્યક્તિ છે તેનો શ્રેય અનુષ્કાને જાય છે.

કોહલીએ કહ્યુ, 'હું હંમેશા આવો વ્યક્તિ નહતો. હું દિલથી માનુ છુ કે દરેક કોઈમાં એક આપવા અને દયાળુ ભાવ હોય છે પરંતુ હંમેશા એક એવી વ્યક્તિ હોય છે જે તમારી જિંદગીમાં આવીને આ ગુણોને સામે લાવે છે. મારા માટે અનુષ્કા તે ક્ષણ લઈને આવી જ્યારે મને તે અનુભવ શરૂ થયો કે માત્ર મારા વિશે નથી. આપણે બીજા માટે પણ કંઇક કરવુ જોઈએ.'

31 વર્ષીય આ ખેલાડીએ સ્વીકાર્યુ કે અનુષ્કાને મળ્યા પહેલા તે ખુબ આત્મકેન્દ્રીત હતા અને માત્ર પોતાના કન્ફર્ટ ઝોનમાં રહેવાનુ પસંદ કરતો હતો.

(5:35 pm IST)