Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

ઘર ચલાવવા માટે કોલ સેન્ટરમાં જોબ કરતી ઝરીખ ખાન

મુંબઈ, તા. ૧૮: ગુજરાતીમાં કહેવાઈ છે ને કે, મહેનત કરો જ સફળતા મળે. બોલિવુડમાં આજે પોતાનું નામ બનાવી ચૂકેલી ઝરીન કાનની સ્ટ્રગલ સ્ટોરી પણ કંઈક આવી છે. હાલમાં તેણે પોતાની માતા સાથે આપેલા એક લેટેસ્ટ ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, કેવી રીતે તેના પિતા તેમને છોડીને જતા રહ્યાં અને બાદમાં તેની માતા ભાંગી પડી હતી. તેણે તેમ પણ જણાવ્યું કે, તેણે પરિવારને સંભાળ્યો. આ ઘટના બની હતી ત્યારે તેનું વજન ૧૦૦ કિલો હતું અને તેણે જાણ પણ નહોતી કે તે શું કરવા માંગે છે.

ઝરીને જણાવ્યું કે, જ્યારે તેના પિતા તેમને છોડી જતા રહ્યા તો તેની માતા ભાંગી પડી હતી. તે સમયે તેણે પોતાને મજબૂત કરી અને માતા તેમજ બહેનને સંભાળી. એક્ટ્રેસ કહ્યું કે, એક દિવસ સાંજે કંઈક એવું થયું ગયું કે અમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. મારા પિતા ઘર છોડીને જતા રહ્યા. અમે આર્થિક પરિસ્થિતિ સામે લડી રહ્યા હતાં. અમે તેવા પરિવારમાંથી નહોતા જેમને વારસામાં સંપત્તિ મળી હતી.

તેણે આગળ કહ્યું કે, મેં મારી રડતી માતાને શાંત કરાવીને કહ્યું કે, ચિંતા કરવાની જરૂર નથી. હું સંભાળી લઈશ. મેં આશ્વાસન તો આપી દીધું પરંતુ તે સમયે મારું વજન ૧૦૦ કિલો હતું અને મને તે પણ જાણ નહોતી કે હું શું કરવા માગું છું. તે સમયે મારું ૧૨મું ધોરણ પૂરું થયું હતું. મેં કોલ સેન્ટરમાં કામ કરવાનું ચાલુ કર્યું. હું એરલાઈનમાં કામ કરવા માગતી હતી. તે મેં ૫૨ કિલો વજન ઘટાડી દીધું.

ઝરીને કહ્યું કે, આજે મારી માતા ખુશ છે. તેનું કહેવું છે કે, અમે સાથે મળીને સ્થિતિનો સામનો કર્યાે અને બધું પાર પાડ્યું. આપને જણાવી દઈએ કે, ઝરીન ખાને ૨૦૧૦માં આવેલી સલમાન ખાનની ફિલ્મ 'વીર'થી બોલિવુડમાં પગ મૂક્યો હતો.

(4:01 pm IST)