Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

ડિજીટલ પ્લેટફોર્મ પર સમજીને આગળ વધી રહ્યો છે મનોજ

ફિલ્મી પરદે સત્યાના રોલથી રાતોરાત સ્ટાર બની ગયેલા મનોજ બાજપાઇએ હાલમાં ડિજીટલ પ્લેટફોર્મ પર પગદંડો જમાવ્યો છે. ધ ફેમિલી મેન અને મિસીસ સિરીયલ કિલર જેવી ફિલ્મોએ મનોજની ડિમાન્ડ આ પ્લેટફોર્મ પર ખુબ વધારી દીધી છે. પોતાના અભિનય થકી જાણીતો મનોજ જો કે સતત મળી રહેલી ઓફર્સ સામે થોડો જાગૃત બન્યો છે. તેણે વધુ પડતા પ્રોજેકટ આડેધડ પસંદ ન કરી  થોડો સમય લેવાનું શરૂ કર્યુ છે. મનોજે કહ્યું હતું કે સફળતાથી તમારે સજાગ થઇ જવું જોઇએ. દર્શકો મને જુદા-જુદા રોલમાં જોવા માંગે છે એ પુરવાર થયું છે ત્યારે મારે પણ હવે પાત્રો પસંદ કરવામાં ધીરજ રાખવી પડશે. અત્યારે મને ડિજીટલ પ્લેટફોર્મની ફિલ્મો માટે અનેક ઓફર્સ આવી રહી છે. પરંતુ હું સ્ક્રિપ્ટનો ખુબ ઉંડાણપુર્વક અભ્યાસ કરી પછી જ તેમાં કામ કરવું કે નહિ તેનો નિર્ણય લઇ રહ્યો છું. હાલમાં તે ધ ફેમિલી મેનની સેકન્ડ સિઝનના કામમાં જોડાયો છે. આ સાથે તે ડિજીટલ પ્લેટફોર્મની ચાર સ્ક્રિપ્ટને ના કહી ચુકયો છે.

(9:32 am IST)