Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

સલમાન ખાનની ફિલ્મ 'ભારત'નું નવું સોન્ગ રિલીઝ

મુંબઈ: સલમાન ખાનની ઈદ પર રિલીઝ થનાર ફિલ્મ ભારત નું નવું સોન્ગ જિંદા હૈ રિલીઝ થયું છે. આ ગીતને મુંબઈમાં એક કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવ્યું હતું। અત્યાર સુંદીમાં આ ફિલ્મના ચાર ગીત લોન્ચ થાઓ ચુક્યા છે પણ આ સોન્ગ સોશિયલ મીડિયા પર લોન્ચ કરવામાં આવ્યા હતા. આ ભારત ફિલ્મનું પહેલું સોન્ગ હશે જેને એક કાર્યક્રમમાં લોન્ચ કરવમાં આવ્યું છે. આ પ્રસંગે સલમાન ખાન અને કેટરિના કૈફ હાજર હતા. આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા સલમાને કહ્યું હતું કે તેમની ટીમએ સામાન્ય લોકો માટે એક મનોરંજક ફિલ્મ બનાવી છે. સલમાને ફક્ત આ પ્રસંગે જ તેમની ફિલ્મ વિશે વાત કરી હતી. તેઓએ ચૂંટણી અને અન્ય મુદ્દાઓ વિશે વાત કરી ન હતી. આજે લોન્ચ થયેલા ગીતની ખાસ વિશેષતા તે છે કે તે ફિલ્મ દિગ્દર્શક અલી અબ્બાસ જાફર દ્વારા લખવામાં આવી હતી. તેણે ગીતો કંપોઝ પણ કર્યા.

(5:25 pm IST)