Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

રેડ કાર્પેટ પર 'પાઘડી'પહેરીને આવી દીપિકા

શુક્રવારે દીપિકાએ જે લૂકમાં રેડ કાર્પેટ પર વોક કર્યું, તેની અપેક્ષા કોઈએ પણ નહતી રાખી. તેણે Giambattista Valli ડિઝાઈનરનો લેમન ગ્રીન રંગનો ડ્રેસ પહેર્યો હતો પરંતુ તેના લૂકની હાઈલાઈટ હતી તેણે માથે પહેરેલી ફેશનેબલ પાઘડી. પોતાના આ અલગ જ લૂકથી દીપિકાએ બધાના દિલ જીતી લીધા હતા. આમ તો દીપિકા રેડ કાર્પેટ પર વધારે રિસ્ક લેવાનું પસંદ નથી કરતી. ફેશન પોલીસને તેની સ્ટાઈલ થોડી બોરિંગ પણ લાગે છે. અમુક જ પ્રકારની હેર સ્ટાઈલને પકડી રાખવા માટે પણ દીપિકાની ટીકા થઈ હતી. પરંતુ આ Cannes ફેસ્ટિવલમાં દીપિકાએ બધાની બોલતી બંધ કરી દીધી છે. જુઓ બીજા દિવસે રેડ કાર્પેટ પર કેટલી સુંદર લાગી રહી છે દીપિકા.

(3:30 pm IST)