Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

અશ્વિની અય્યરે આલિયા ભટ્ટ પછી કંગના રનોત સાથે ફિલ્મ સાઈન કરી

મુંબઇ: નીલ બટ્ટે સન્નાટા અને બરેલી કી બરફી જેવી હિટ ફિલ્મો આપનારી મહિલા ડાયરેક્ટર અશ્વિની આયર તિવારીએ આલિયા ભટ્ટને પોતાની આગામી ફિલ્મ માટે સાઇન કર્યા બાદ હવે એ કંગના સાથે પણ કામ કરશે એવી જાણકારી મળી હતી. જો કે હજુ અશ્વિનીએ કંગના સાથે કોઇ કરાર કર્યા નથી. પરંતુ કંગનાએ એની ફિલ્મ કરવાની હા પાડી હોવાનું જાણવા મળ્યું હતું. હાલ કંગના મણીકર્ણિકા ધ ક્વીન ઑફ ઝાંસી કરી રહી છે. ત્યારબાદ એ એકતા કપૂરની ફિલ્મ મેન્ટલ હૈ ક્યા કરવાની છે. આ ફિલ્મમાં એ રાજકુમાર રાવ સાથે ચમકશે. એ પછી અશ્વિનીની ફિલ્મ કરવા સંમત થઇ હતી. ઔમેન્ટલ હૈ ક્યા એક અલગ પ્રકારની કોમેડી ફિલ્મ છે એવું અગાઉ આ સ્થળેથી અમે તમને જણાવી ગયા હતા. કંગનાની હંસલ મહેતા નિર્દેશિત ફિલ્મ સિમરન અને એ પહેલાંની વિશાલ ભારદ્વાજની રંગૂન ફિલ્મ પણ બોક્સ ઑફિસ પર ચાલી નહોતી. પરંતુ તેથી એની કારકિર્દીને હજુ સુધી તો કોઇ આંચ આવી હોય એવું દેખાતું નથી. એની પાસે એકતા કપૂરની મેન્ટલ હૈ ક્યા અને હવે અશ્વિનીની ફિલ્મની ઑફર છે. જો કે એ અશ્વિનીની કઇ ફિલ્મ કરવાની છે એની ઔપચારિક જાહેરાત હજુ કરવામાં આવી નથી.

(5:03 pm IST)