Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

સોનમની સાથે તેના પતિએ પણ ઈન્સ્ટાગ્રામ પર બદલ્યું નામ

સોનમ કપૂર આહુજાના પતિ આનંદ આહુજાએ પણ ઈન્સ્ટાગ્રામ પર તેનું નામ બદલી કાઢ્યું છે. સોનમ અને આનંદે આઠ મેએ લગ્ન કર્યાં હતાં અને એના થોડા કલાક બાદ સોનમે સોશ્યલ મીડિયા પર તેનું નામ સોનમ કપૂર આહુજા કરી નાખ્યું હતું. જોકે સોનમ એકલી નથી જેણે નામ ચેન્જ કર્યું હોય. સોનમની સાથે તેના પતિ આનંદે પણ નામ બદલ્યું છે. આનંદના પપ્પાનું નામ હરીશ છે અને છતાંય તેણે મિડલ નેમ તરીકે હવે S મૂકયો છે. આ અક્ષર સોનમના નામ માટે લખવામાં આવ્યો છે. સોનમે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં પણ કહ્યું હતું કે તેણે નામ બદલતાં દરેક વ્યકિત તેને સવાલ કરી રહી છે, પરંતુ તેના પતિએ પણ નામ બદલ્યું છે જેના વિશે કોઈએ નોંધ નથી લીધી.

(3:48 pm IST)