Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

માધુરીના શોના પહેલા એપિસોડ દ્વારા રેસ-૩નું પ્રમોશન શરૂ કરશે સલમાન

૨ જૂનથી શો શરૂ : સલમાન, અનિલ, જૈકલીન, ડેઈઝીનું રવિવારે શૂટીંગ

સલમાન ખાન તેની 'રેસ-૩'નું પ્રમોશન માધુરી દીક્ષિત નેનેના શો દ્વારા શરૂ કરશે એવી ચર્ચા છે. માધુરી ડાન્સ રિયાલીટી શો 'ડાન્સ દિવાને' લઈને આવી રહી છે. સલમાન આ શોમાં તેની ફિલ્મનું પ્રમોશન કરશે એટલુ જ નહિં, પરંતુ એ માધુરીના શોનો પહેલો એપીસોડ પણ હશે. માધુરીનો શો બે જૂનથી શરૂ થઈ રહ્યો છે અને એ માટે સલમાન, અનિલ કપૂર, જેકલીન ફર્નાન્ડીસ અને ડેઈઝી શાહ ૨૦મેએ શૂટીંગ કરશે. આ શોમાં સલમાન અને માધુરી 'હમ આપકે હૈ કૌન..!'નું દૃશ્ય ફરી ભજવશે એવી ચર્ચા પણ છે.(

(3:45 pm IST)