Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

ગુજરાતી ફિલ્મ 'પાગલ પંતિ'નું મોટાભાગનું શૂટીંગ વિદેશમાં થયું: ૧ જુને રીલીઝઃ બોલીવૂડના ૨૦ કલાકારો

 અમદાવાદઃ ગુજરાતી ફિલ્મ ડિરેકટર, રાઈટર અને પ્રોડયુસર જેકી પટેલની બીગ- બજેટ ફિલ્મ પાગલપંતીના શુટિંગ અને પોસ્ટ પ્રોડકશન કામગીરી સમાપ્ત થઈ ગઈ છે અને હવે ફિલ્મ ૧ જૂને રીલીઝ થવા સજજ છે. આ પ્રસંગે જાણીતા અભિનેતા અલી અસગર, હિન્દી અને ગુજરાતી ફિલ્મ તથા કમર્શિયલમાં પ્રશંશનીય અભિનય કરનાર ફોરમ મહેતા સહિતના દિગ્ગજ કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં અને તેમણે ફિલ્મના શુટિંગ અંગે પોતાના અનુભવો વર્ણવ્યાં હતાં.

ગુજરાતીઓને ગર્વ લેવા જેવી વાત પ્રથમ એવું ગુજરાતી મુવી જેમાં એક સાથે બોલીવુડનાં ૨૦ થી વધુ કલાકારોએ પોતાનો અભિનય આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ૧ જૂને ગુજરાતના તમામ સિનેમાઘરોમાં રિલિઝ થનારી ફિલ્મ ''પાગલપંતી'' સમગ્ર પરિવાર સાથે જોઈ શકાય તેવી એક રોમેન્ટિક, કોમેડી ડ્રામા ફિલ્મ છે અને મોટાભાગની ફિલ્મનું શૂટિંગ ન્યુઝિલેન્ડ પાસેના ફિઝિઆઈલેન્ડ ઉપર થયુ છે. ફિલ્મની વાતો કોહીનુર હિરાની આસપાસ કરે છે. જેને પામવા માટે આઈલેન્ડ ઉપરના તમામ લોકો પેંતરા કરે છે અને તેનાથી સર્જાતી કોમેડીથી દર્શકો પેટ પકડીને હસવા મજબુર બનશે આ સાથે ફિલ્મમાં દેશભકિતનો પણ સંદેશો આપવાનો પ્રયાસ કરાશે.

ફિલ્મના ડિરેકટર જેકી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે સામાચિન્હ બની રહેશે તેવો મને વિશ્વાસ છે. તેમણે ઉમેર્યું હતું કે ફિલ્મની નિર્માણ કામગીરીમાં પણ અમદાવાદના આર્ટીસ્ટનું યોગદાન સૌથી વધુ છે. જે ગુજરાત અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ બંને માટે ગર્વની બાબત છે. ફિલ્મમાં વિશાલ- શેખર, અરમાન મલીક સહિતના દિગ્ગજોએ સંગીત અને સૂર આપ્યા છે.

(3:44 pm IST)