Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

દિપીકા કક્કડ જોવા મળશે સંદિપના શોમાં

ટીવી અભિનેત્રી દિપીકા કક્કડ ટીવી પરદાની સોૈથી લોકપ્રિય અભિનેત્રીઓમાં સામેલ છે. તેણે સસુરાલ સિમર કા શો થકી ટીવી પરદે આગમન કર્યુ હતું. એ પછી રિયાલીટી શો બિગ બોસ-૧૨માં જોવા મળી હતી અને વિજેતા પણ બની હતી. હવે દિપીકા લાંબા સમય પછી ફરીથી ટીવી પરદે આવી રહી છે. નિર્માતા સંદિપ સિકંદના શો 'પાનીપૂરી'માં કામ કરવાની છે. આ શોમાં તેની સાથે કરણ ગ્રોવર પણ ખાસ ભુમિકામાં હશે. દિલચશ્પ બાબત એ છે કે રોમિલ ચોૈધરીને પણ સામેલ કરવામાં આવ્યો છે. સંદિપે આ માટે રોમિલનો સંપર્ક કર્યો છે. બિગ બોસ-૧૨માં દિપીકા અને રોમિલ વચ્ચે સતત ઝઘડા થતાં હતાં ત્યારે હવે બંને શોમાં સાથે કામ કરે તેવી શકયતા છે.  જો કે દિપીકાના મુખ્ય રોલવાળા શો માટે રોમિલ હા કહેશે તો ફરીથી બંનેને સાથે જોવા મજેદાર થઇ પડશે.

(9:33 am IST)
  • દેશના વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ ચૂંટણી નહિં લડે : મળતા નિર્દેશો મુજબ તેમના સ્થાને વિદીશા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે રમાકાંત ભાર્ગવનું નામ જાહેર થયુ છે access_time 4:59 pm IST

  • ન્યાય માટે મતદાન કરજો : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બીજા તબક્કાનાં મતદાન અંગે ટ્વિટ કર્યું :છે. NYAY માટે રાહુલે લખ્યું છે કે, 'મતદારો જ્યારે આજે મતદાન કરવા માટે ઘરમાં બહાર આવે તો ધ્યાન રાખે કે તમે ન્યાય માટે વોટ કરજો access_time 11:45 am IST

  • અમેઝોન તેનું ચીનમાં ઓનલાઇન વેચાણનું ક્ષેત્ર બંધ કરી ભારત ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત access_time 3:46 pm IST