Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ક્રિતીએ શીખી મરાઠી ભાષા અને તલવારબાજી

બોલીવૂડમાં હીરોપંતિ ફિલ્મથી એન્ટ્રી કર્યા પછી સતત સફળતા મેળવી રહેલી અભિનેત્રી ક્રિતી સેનનની છેલ્લી ફિલ્મ લુકાછુપી દર્શકોને ગમી હતી. હવે તે આગલી ફિલ્મ 'પાનીપત'ના શુટીંગમાં લાગી ગઇ છે. આ ઐતિહાસિક વિષય પર આધારીત ફિલ્મમાં તે અલગ જ રોલમાં જોવા મળશે. તે પહેલી વખત મરાઠી પાત્ર નિભાવશે. ક્રિતીને જુના જમાનાના મરાઠી પાત્રને ભજવવાની તક મળતાં તે ખુશ છે. ક્રિતીએ સ્વીકાર્યુ હતું કે મને જરાપણ મરાઠી ભાષા બોલતા આવડતી નથી. જો કે આ ફિલ્મના રોલ માટે હું મરાઠી શિક્ષક પાસેથી ખાસ તાલિમ લઇ રહી છું. સિનના શુટીંગ વખતે પણ તે શિક્ષકને સાથે રાખે છે, જેથી કરીને તેના મરાઠી શબ્દોના સ્પષ્ટ ઉચ્ચારણ થઇ શકે. ક્રિતી આ ફિલ્મમાં તલવારબાજી પણ કરવાની છે. તેના માટે આવા દ્રશ્ય ખરેખર રોમાંચકારી છે. જો કે નવવારી સાડી પહેરીને તલવારબાજી કરવું ખુબ કઠીન છે. આશુતોષ ગોવારીકર નિર્દેશીત આ ફિલ્મમાં અર્જુન કપૂર અને સંજય દત્ત પણ છે. છઠ્ઠી ડિસેમ્બરે ફિલ્મ આવશે.

(9:32 am IST)