Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

મનમર્ઝિયાંના શૂટિંગની ઔપચારિક રીતે પૂર્ણ

મુંબઈ: આગેવાન ફિલ્મ સર્જક અનુરાગ કશ્યપની લેટેસ્ટ ફિલ્મ મનમર્ઝિયાંના શૂટિંગની ઔપચારિક રીતે પૂર્ણાહુતિ થયાની જાહેરાત કરવામાં આવી હતી. સમગ્ર યુનિટે સતત ટેન્શન વચ્ચે પણ જમ્મુ કશ્મીરમાં ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યુ ંહતું એવું સોશ્યલ મિડિયા પર જણાવવામાં આવ્યું હતું. ફિલ્મની અભિનેત્રી તાપસી પન્નુએ અનુરાગ કશ્યપ સાથે સોશ્યલ મિડિયા પર એક ફોટોગ્રાફ શેર કર્યો હતો. તાપસીએ આ ફોટોગ્રાફ સાથે સરસ સંદેશો લખ્યો હતો. એણે લખ્યું, 'કેટલાક ડાયરેક્ટર્સ તમને માર્ગદર્શન આપે છે જ્યારે કેટલાક ડાયરેક્ટર્સ તમારી પ્રતિભાને ખોતરી કાઢીને એમાંથી એક સરસ પ્રતિમા સર્જે છે. તમારો ઉત્સાહ વધારી દે છે અને તમારી પાસેથી ઉત્તમોત્તમ કામ લઇ લે છે. અનુરાગ એવા ડાયરેક્ટર છે. એમની સાથે કામ કરવાનો અનુભવ સરસ રહ્યો. એની હાજરીમાં તમે બેસ્ટ પ્રદાન કરો છેા...' મનમર્ઝિયાંમાં અભિષેક બચ્ચન હીરો છે. એણે પણ અનુરાગ સાથેના અનુભવને મમળાવ્યો હતો. આ ફિલ્મમાં તાપસી પન્નુ અને વીકી કૌશલ પણ કામ કરી રહ્યાં છે. અભિષેકે આ બંને કલાકારોને પણ બિરદાવ્યાં હતાં. અને લખ્યું હતું કે સદાય પંજાબી જોડી બની રહો... ફિલ્મમાં તાપસી અને વીકીએ પંજાબી પાત્રો ભજવ્યાં છે.

(5:45 pm IST)