Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

શ્વેતા કરી રહી છે ચૈતન્ય સાથે લગ્ન

મસાન અને હરામખોર જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી શ્વેતા ત્રિપાઠી પણ હવે લગ્ન કરવાની છે. શ્વેતા પોતાના બોયફ્રેન્ડ ચૈતન્ય શર્મા સાથે લગ્નબંધને બંધાશે ચૈતન્ય રેપસોંગનો સફળ કલાકાર છે. શ્વેતા ૩૨ વર્ષની છે અને ચૈતન્ય તેના કરતાં પાંચ વર્ષ નાનો છે. જો કે શ્વેતા તેની ઉમર કરતાં ખુબ નાની દેખાય છે. ચૈતન્ય અને શ્વેતા ઘણા વર્ષથી એક બીજાને ઓળખે છે. બંનેની મુલાકાત દિલ્હીના એક કાર્યક્રમાં થઇ હતી. બંને મુંબઇ પાછા આવ્યા ત્યાં સુધીમાં દોસ્તી થઇ ગઇ હતી. એ પછી બંને એક બીજાના પ્રેમમાં પડી ગયા હતાં. ચૈતન્યને ચાહકો શ્લોચિતાના નામે પણ ઓળખે છે. ચેતન્યએ પોતાના હાથ પર શ્વેતાના નામનું ટેટૂ ચિતરાવી બધાની સામે પ્રપોઝ કર્યુ હતું. સિવાય કંઇ જ નથી.

(12:02 pm IST)