Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

આ છે બોલીવુડના મહાનાયક: પહેલી ઝલકમાં ઓળખી નહીં શકો...

મુંબઈ:અમિતાભ બચ્ચન પોતાની દરેક ફિલ્મમાં એક અલગ અંદાજ લઈને આવે છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચન આજે પણ એટલી જ લોકપ્રિયતા ધરાવે છે. દમદાર ભૂમિકામાં જાન રેડી દેનાર મહાનાયક અમિતાભ બચ્ચન પોતાની દરેક ફિલ્મમાં એક અલગ જ છાપ છોડી જતા હોય છે.ઠગ્સ ઓફ હિંદુસ્તાન ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પર જોઈ તેવી સફળ ન રહી પણ તેમની આ ફિલ્મમાં જે રીતે સ્ટંટ અને એક્શન કર્યા હતા તે જોતા ભલભલાને પસીનો છોડાવી દે તેવુ છે. દરેક ફિલ્મમાં તે પોતાના લુકમાં પણ પ્રયોગ કરે છે. હવે અમિતાભ બચ્ચન તેલુગૂ ઐતિહાસિક ડ્રામા ફિલ્મ Sye Raa Narasimha Reddyમાં કૈમિયો કરી રહ્યા છે. આ ફિલ્મમાં એક્ટરે પોતાના લુક સાથે જોરદાર એક્સપેરિમેન્ટ કર્યુ છે. મૂવીના લુક પોસ્ટરમાં તેઓ સફેદ લાંબી દાઢી, માથા પર લાંબુ લાલ તીલક લગાવેલ એક્ટર કિચ્ચા સુદીપ સાથે ફિલ્મના સેટ પર બિગ બી સાથે ફેન મોંમેટ શેર કરી છે. બિગ બી સાથે ફોટો શેર કરતા એક્ટરે લખ્યુ કે, રણની શૂટિંગ બાદ 10 વર્ષમાં સૌથી મોટા આઈકન અને લીજેંડ સાથે એક વાર સ્કિન શેર કરવાનો મોકો મળ્યો હતો. જેમનો મોટા ભાગનો સમય સિનેમા અને આપણને એંટરટેન કરવામાં વીતી જાય છે તેમની એક ઝલક મળી જાય તો પણ બહુ છે. થેંક્સ Sye Raa Narasimha Reddy, રામ ચરણ અને ડાયરેક્ટર સુરેન્દ્રને જેમણે મને આ ખાસ પલનો સાક્ષી અને ભાગીદાર બનાવ્યો. થેંક્યુ બચ્ચન સર.

(5:13 pm IST)