Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

નુસરત ભરૂચા કરી રહી છે વધુ એક લવસ્ટોરી

સલમાન ખાન નવા ચહેરાઓને બોલીવૂડમાં લોન્ચ કરવા માટે જાણીતો છે. હવે તે પોતાના બેનરની એક ફિલ્મમાં સોનુ કે ટીટૂ કી સ્વીટી ફેઇમ નુસરત ભરૂચાને તક આપી રહ્યો છે. સલમાન ખાન બેનર્સની આગામી ફિલ્મની કહાની લવ સ્ટોરી પર આધારીત છે. આ ફિલ્મ એક નાનકડા શહેરના લગ્ન પ્રસંગ અને ત્યાંથી શરૂ થતી પ્રેમકહાની આસપાસની છે. ફિલ્મના અન્ય કલાકારોની પસંદગી હવે પછી થશે અને શુટીંગ બહુ ઝડપથી શરૂ કરવામાં આવશે. નુસરત ભરૂચા અને આયુષ્યમાન ખુરાનાનાનામ સામે આવ્યા છે. ફિલ્મનું નિર્દેશન રાજ સાંડિલ્ય કરશે. સલમાને ૨૦૧૧માં પ્રોડકશન હાઉસ શરૂ કર્યુ છે. ત્યારથી અત્યાર સુધીમાં અનેક હીરો-હિરોઇનોને લોન્ચ કરી છે. સલમાનના બેનરની ફિલ્મ મળતાં નુસરત ખુશખુશાલ છે.

(9:56 am IST)