Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

જાસૂસના જીવન પરની ફિલ્મમાં અર્જૂન

અર્જૂન કપૂર હાલના દિવસોમાં ફિલ્મો કરતાં મલાઇકા અરોરા સાથેની રિલેશનશીપને લીધે વધુ ચર્ચામાં છે. હવે અર્જૂન એક ફિલ્મમાં જાસૂસ બનીને આવી રહ્યો છે. અજય દેવગણ સાથે અગાઉ રેઇડ નામની સુપરહિટ ફિલ્મ બનાવી ચુકેલા નિર્દેશક રાજકુમાર ગુપ્તા ક્રાઇમ ડ્રામા આધારીત ફિલ્મ ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં અર્જૂન કપૂર મુખ્ય રોલમાં છે. સત્ય ઘટના પર આધારીત આ ફિલ્મમાં અર્જૂનને રવિન્દ્ર કોૈશિક નામના જાસૂસનો રોલ મળ્યો છે. કોૈશિક પહેલા નાટકોમાં અભિનય કરતો હતો. એક વખત લખનોૈના ઇન્ટેલિજન્સના અધિકારીઓએ તેને નાટકમાં જોયા પછી તેને બે મહિનાની ખાસ તાલિમ આપી હતી. રોએ તેને ૨૫ વર્ષની ઉમરે પાકિસ્તાન મોકલ્યો હતો. જ્યાં તે નબી અહેમદ શાકિર બનીને રહ્યો હતો. નબીએ ત્યાંની છોકરી સાથે લગ્ન કર્યા હતાં અને ત્યાની આર્મીમાં કલાર્ક બની બાદમાં મેજર બન્યા હતાં. ભારતમાં તેણે અનેક મોટી જાણકારી આપી હતી. જો કે છેલ્લે પાકિસ્તાની સેનાના હાથે પકડાઇ ગયેલ. ૪૭ વર્ષની ઉમરે તેનું પાકિસ્તાનની જેલમાં નિધન થયું હતું.

(9:55 am IST)