Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

સિદ્ધાર્થ મલ્હોત્રાના માતા-પિતાને મળવા તેના ઘરે પહોંચી કિયારા અડવાણી

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાને ડેટ કરી રહી છે. બંનેએ હજી સુધી તેમના સંબંધો વિશે સ્પષ્ટ રીતે કંઈ કહ્યું નથી. જો કે, બંને ઘણીવાર સાથે  જતા જોવા મળે છે. તાજેતરમાં જ બંને માલદીવથી પાછા ફર્યા છે. આ દરમિયાન કિયારા અડવાણી ફરી એકવાર સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરે જોવા મળી છે.  સિદ્ધાર્થ મલ્હોત્રા હાલમાં લખનઉમાં પોતાની આગામી ફિલ્મ મિશન મંજુના શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારે કિયારા સિદ્ધાર્થની ગેરહાજરીમાં અભિનેતાના માતા-પિતાને મળવા માટે અભિનેતાના ઘરે પહોંચી હતી.

(5:47 pm IST)