Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

બાલાજીના 'કુછ તો હૈ મા'રાજકોટની ક્રિસ્ટિના પટેલની મહત્વપૂર્ણ ભૂમિકા

સોનીના લોકપ્રિય શો 'યે ઉન દિનોં કી બાત હૈ માં પણ અભિનય આપેલ

રાજકોટ તા. ૧૮ : એક ઉંમરે જયારે બાળકો અભ્યાસ કરવા અથવા રમવા અંગે મૂંજવણમાં હોય છે ત્યારે ક્રિસ્ટિના ૧૦ વર્ષની ઉંમરે તેના જીવન વિશે સ્પષ્ટ વિઝન અને મીશન ધરાવતી હતી. તે સ્ટાર બનવા માટે કટીબદ્ઘ હતી અને આ રાજકોટની યુવતીએ તેનું સપનું સાકાર કરવાની દિશામાં કદમ માંડી દીધા છે.

વર્ષ ૨૦૦૧ માં ઉપલેટા (રાજકોટ) માં જન્મેલી આ છોકરી નાની ઉંમરેથી જ પ્રતિભા અને આત્મવિશ્વાસથી ભરપૂર હતી. વર્ષ ૨૦૧૧ માં ૧૦ વર્ષની ઉંમરે ક્રિસ્ટના પટેલના પરિવારે તેને પ્રતિભા નિખારવા મુંબઇ જવા મંજૂરી આપી અને તેનું સપનું સાકાર કરવામાં મદદ કરી. ક્રિસ્ટિના એકતા કપૂર દ્વારા સંચાલિત બાલાજી-આઇસીઇ એકિટંગ એન્ડ ફિલ્મ મેકિંગ ઇન્સ્ટિટ્યુટમાં જોડાઇ. આ કોર્સ તેને કેમેરાનો સામનો કરવા આત્મવિશ્વાસમાં વધારો કરવામાં ઉપયોગી બન્યો.

થોડાં એપિસોડ અને જાહેરાતો બાદ ક્રિસ્ટિનાને શશી સુમિત મિત્તલના લોકપ્રિય શો 'યે ઉન દિનોં કી બાત હૈ' માં ભૂમિકા મળી. ક્રિસ્ટિનાએ મુખ્ય ભૂમિકા પૈકીની એક ભજવી દર્શકોના હ્ય્દયમાં વિશિષ્ટ સ્થાન હાંસલ કર્યું. તેમના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર પણ આ પ્રતિબિંબિત થાય છે. ઇન્સ્ટાગ્રામ ઉપર ૧૬૬ કે ફોલોવર્સ સાથે ક્રિસ્ટિના મોટાભાગે ફેશન અથવા એકિટંગ પ્રત્યે તેના જુસ્સા સંબંધિત પોસ્ટ કરે છે.

જો કે, તેમની સાફલ્યગાથામાં હજી ઘણાં પડાવ બાકી છે. તાજેતરમાં ક્રિસ્ટિનાએ બાલાજી ટેલીફિલ્મની કલર્સ ઉપર 'કુછ તો હૈઃ નાગિન ઇક નયે રંગ મેં' માં મહત્વપૂર્ણ ભૂમિકા મેળવી છે.

બાલાજીની અત્યંત લોકપ્રિય નાગિન ફ્રેન્ચાઇઝમાં આ યંગ એડલ્ટ ડ્રામામાં ક્રિસ્ટિના સોમ્યા સિંદ્યાનિયાની ભૂમિકા ભજવશે, જે હર્ષ રાજપૂત દ્વારા અભિનિત લીડ કેરેકટર રેહાન સિંદ્યાનિયાની બહેન છે.

ક્રિસ્ટિના હવે રાજકોટ અને મુંબઇમાં તેમનો સમય પસાર કરે છે અને તેઓ કામ અને અભ્યાસની સાથે ફિટનેસ વચ્ચે સંતુલન જાળવે છે.

હાલમાં બીકોમનો અભ્યાસ કરતી ક્રિસ્ટિના ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કરવાની યોજના ધરાવે છે અને તેઓ શોખને પ્રોફેશ્નલ બનાવવા માગે છે.

(3:12 pm IST)