Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

થપ્પડનું વિવિધ શહેરોમાં ચાર નિર્દેશક અનુરાગ, સુધીર, હંસલ અને વિશાલ કરશે સ્ક્રીનીંગ

મુંબઇ તા. ૧૮: થપ્પડ ફિલ્મની દેશભરમાંસ્ક્રીનીંગ કરવામાં આવે એ માટે બોલીવુડનાં દિગ્ગજ પ્રોડ્યુસરો આગળ આવ્યા છે. ૨૮ ફેબ્રુઆરીએ રિલીઝ થનારી ડિરેકટર અનુભવ સિંહાની આ ફિલ્મમાં તાપસી પન્નુ અને પવેલ ગુલાટી લીડ રોલમાં છે. જોકે તેમણે રિલીઝ પહેલા જ આ ફિલ્મનો ઇન્ડિયાના વિવિધ શહેરોમાં સ્ક્રીનીંગનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. અનુરાગ કશ્યપ, સુધીર મિશ્રા, હંસલ મેહતા અને વિશાલ ભારદ્વાજ વિવિધ શહેરોમાં આ ફિલ્મની સ્ક્રીનીંગની જવાબદારી લીધી છે. ફિલ્મ વિશે અનુરાગ કશ્યપ એ કહ્યું હતું કે આ પ્રકારની એક અવિશ્વસનીય ફિલ્મ એક સાધારણ તર્ક પર આધારિત છે.

એની આપણાં દેશમાં ખૂબ જરૂર છે.આ સામાજિક પુરુષ પ્રધાન પરંપરાને ખતમ કરવા માટે આ શકિતશાળી ફિલ્મ છે. આ અગાઉ કદી પણ કોઈ ફિલ્મ જોઈને મારી આંખોમાં આંસુ નથી આવ્યા. આ ફિલ્મ સાથે જોડાઈને ગર્વ થઈ રહ્યો છે. થપ્પડની સ્ક્રીનીંગને હોસ્ટ કરવાની મને ખુશી છે. આ મહિલાઓ કરતાં પુરૂષો માટેની ફિલ્મ છે.

૧૮ ફેબ્રુઆરીએ દિલ્હીમાં થનારી સ્ક્રીનીંગ ને વિશાલ ભારદ્વાજ હોસ્ટ કરશે. એ વિશે વિશાલ ભારદ્વાજે કહ્યું હતું કે મને લાગે છે કે આ એક મહત્વપૂર્ણ ફિલ્મ છે. મે આ ફિલ્મ જોઈ છે અનેઙ્ગ પર્સનલી મને એ ખૂબ ગમી છે. હું આ ફિલ્મ અને એની સાથે સંકળાયેલી ભાવનાઓને અનુભવની સાથે પોતાની બનાવવા માગતો હતો.

હંસલ મહેતા ૨૧ ફેબ્રુઆરીએ જયપુર મા આયોજિત સ્ક્રીનીંગની મેજબાની કરીશ. એ વિશે હંસલ મેહતાએ કહ્યું હતું કે ફિલ્મ થપ્પડ  આજના સમયની અગત્યની ફિલ્મોમાંની એક છે, જેને આજે ભારતમાં વિવિધ મુદાઓ પર અવાજ બુલંદ કરનારાં ડિરેકટરે ડિરેકટ કરી છે. આ ન માત્ર એક મહત્ત્વની ફિલ્મ છે, પરંતુ ખૂબ જ સારી રીતે બનાવવામાં આવેલી ફિલ્મ છે. મારા મનપસંદ શહેર જયપુરમાં લિંગ સમાનતા અને મહિલાઓનાં અધિકારો માટે અનેક ચેમ્પિયન્સની વચ્ચે આ ફિલ્મનો પ્રિવ્યુ રજુ કરવાનો મને ગર્વ છે. આ એક એવી ફિલ્મ છે જે દેશભરમાં ચર્ચાને વેગ આપશે. અસંવેદનશીલ પુરુષો સાવધાન થઈ જાવ.

સુધીર મિશ્રાએ ૨૦ ફેબ્રુઆરીએ ભોપાલમાં આ ફિલ્મની સ્ક્રીનીંગની જવાબદારી લીધી છે. એ સંદર્ભે સુધીર મિશ્રાએ કહ્યું હતું કે શ્નરોમાંચક સમયમાં, સામાજિક-રાજકીય ફિલ્મો બનાવવા માટે સ્વતંત્ર પ્રોડ્યુસર એક બીજાને ટેકો આપી રહ્યા છે એ એક સારી વાત છે. અનુભવે વર્તમાનમાં એવી ફિલ્મો બનાવી છે કે જેણે હાલનાં સમયની રાજકીય સ્થિતિ પર પ્રકાશ પાડ્યો છે. થપ્પડ પણ આવી જ એક ફિલ્મ છે.

(10:31 am IST)