Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

અજય દેવગણની રેડ-૨ બનશે

અજય દેવગણની ફિલ્મ તાન્હાજી-ધ અનસંગ વોરિયરએ જબરદસ્ત સફળતા મેળવી છે. વર્ષ ૨૦૧૮માં આવેલી અજય દેવગણની ફિલ્મ રેડ પણ સુપરહિટ સાબિત થઇ હતી. સોૈથી મોટી ઇન્કમટેકસ રેડની સત્ય ઘટના પર બનેલી એ ફિલ્મ દર્શકોને ગમી હતી. હવે આ ફિલ્મની સિકવલ બનાવવાની વાત સામે આવી છે. નિર્દેશક રાજકુમાર ગુપ્તાના કહેવા મુજબ રેડ-૨ બનશે અને ૨૦૧૯માં શુટીંગ પણ શરૂ થઇ જશે તેવી વાતો પહેલા વહેતી થઇ હતી એ અફવા હતી. પણ અમે હવે રેડ-૨ બનાવવાની વિચારણામાં છીએ. નિર્માતા અભિષેક પાઠકે પણ કહ્યું હતું કે ફિલ્મની કહાની આગળ વધારવામાં આવશે અને અગાઉના જ કલાકારો અજય દેવગણ, ઇલિયાના ડીક્રુઝ સહિતને રિપીટ કરવામાં આવશે. બીજા નવા કલાકારો પણ ઉમરાશે. જો કે હાલમાં અભિષેક તેની ફિલ્મ ખુદા હાફિઝના કામમાં વ્યસ્ત છે. આ ફિલ્મ એક રોમાન્ટીક થ્રિલર છે, જે એક ન્યુઝ રિપોર્ટ પર આધારીત છે. ફિલ્મમાં વિદ્યુત જામવાલ મુખ્ય રોલમાં છે.

(9:55 am IST)