Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

કહાની મહત્વની છે, પાત્રની ઉમર નહિઃ રીમા વોરા

સોની પર શરૂ થયેલા શો 'એક દૂજે કે વાસ્તે-૨'માં એક દિકરીની માતાનું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી રીમા વોરાએ કહ્યું હતું કે મારા માટે સ્ક્રિપ્ટ મહત્વની છે, પાત્રી ઉમર નહિ. રીમા આ શોમાં ટીનેજર છોકરીની માતાનો રોલ નિભાવી રહી છે. સુમનની મમ્મી અંજલી તિવારીનો રોલ તેને મળ્યો છે. આ શો આર્મીના બેકડ્રોપ પર આધારી છે. જેમાં રીમા કર્નલ વિજય તિવારીની પત્નિ અંજલીના રોલમાં છે. રીમા કહે છે શોમાં અંજલી એક આદર્શ મા છે, આદર્શ પત્નિ છે અને આદર્શ પુત્રવધૂ પણ છે. જે પોતાની જવાબદારીઓ ખુબ સારી રીતે સમજે અને તેને નિભાવે પણ છે. તેનો પતિ દેશની સેવા કરે છે અને તે પોતે સમગ્ર પરિવારને એક તાંતણે બાંધી રાખવાનું કામ કરે છે. રીમાએ કહ્યું હતું કે મેં આ શોની સ્ક્રિપ્ટ વાંચી તે સાથે જ મને ગમી ગઇ હતી. મને લાગે છે કે મારા માટે આ કહાની અને પાત્ર ખુબ જ મહત્વના છે. પોતે જે ઉમરના હોય તેવા પાત્રો તો બધા ભજવતા હોય છે, મને મોટી ઉમરનું પાત્ર મળ્યું તે મારા માટે પડકારજનક છે.

(9:55 am IST)