Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

'કૌન બનેગા કરોડપતિ' ની ૧૧મી સીઝનનું ફરીથી હોસ્ટ કરશે અમિતાભ બચ્ચન

મુંબઈ: અમિતાભ બચ્ચને ટચૂકડા પડદાના 'કૌન બનેગા કરોડપતિ' શોને યાદગાર બનાવી દીધો છે. હવે તેઓ ૧૧મી સીઝનનું ફરીથી હોસ્ટ કરવાના છે.અમિતાભ બચ્ચને ગુરુવારે ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કર્યું હતું કે, 'આદર, આદાબ, અભિનંદન, આભાર! અમિતાભ બચ્ચન પ્રસ્તુત કરવાનો છું. ૨૦૧૯ વરસનો નવો અભિયાન... 'કૌન બનેગા કરોડપતિ.... કેબીસી' બહુ જલદી તમારા ઘરોમાં જોવા મળશે.જોકે હાલ એવી સ્પષ્ટતા નથી થઈ કે કેબીસીની સીઝનનું રજિસ્ટ્રેશન કયારથી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ૧૨ વરસથી વધુ વયની કોઈપણ વ્યક્તિ કેબીસી માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. શો ભારતમાં સૌથી વધુ લોકપ્રિય છે.ગયા વરસે કેબીસી સીઝન ૧૦ પુરી થઈ છે. ભૂતકાળમાં શાહરૂખ ખાને પણ  શોનું સંચાલન કર્યું હતું પરંતુ દર્શકોને અમિતાભ જેટલા પ્રભાવિત કરી શક્યો નહીં.૧૯ વરસ પહેલાં શોની શરૂઆત થઈ છે અને તે દર્શકોનું મનોરંજન કરતો રહ્યો છે.

 

(4:57 pm IST)