Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

એમી જેકસને બિઝનેસમેનના પ્રેમમાં હોવાની જાહેરાત કરી

બોલિવૂડ અને દક્ષિણી ફિલ્મ જગતમાં જાણીતી અભિનેત્રી એમી જેકસનને પોતાનો સાથી મળી ગયો છે જેની સત્તાવાર જાહેરાત એમીએ સોશિયલ મિડિયા પર એક તસવીર અપલોડ કરીને કરી છે. એમી જેકસન યુકેના એક મિલિયોનર બિઝનેસમેનને ડેટ કરી રહી છે. અભિનેત્રી યુકેના રિયલ એસ્ટેટ કિંગ એન્ડ્રસ પાનાયિટુના પુત્ર જયોર્જ પાનાયિટુના ગળાડૂબ પ્રેમમાં છે. જયોર્જ સાથે એમીની પહેલી મુલાકાત વર્ષ ૨૦૧૫માં કોમન ફ્રેન્ડ મારફત થઇ હતી અને ત્યારબાદ બંનેએ ફોન નંબર્સ એકસચેન્જ કરી એકબીજા સાથે મળવાની શરૂઆત કરી હતી. બંને વચ્ચે સારી મિત્રતા થયા બાદ બંનેની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી જેની સત્તાવાર જાહેરાત એમીએ વર્ષ ૨૦૧૮માં કરી હતી. ગયા વર્ષે એમી અને જયોર્જે ક્રિસમસ અને નવંુ વર્ષ પરિવાર સાથે યુકેમાં ઊજવ્યું હતું. આ ઉપરાંત એમી અને જયોર્જ મેકિસકોમાં રજા માણવા પણ ગયા હતા. અત્યારે પોતાના ઇન્ટરનેશનલ પ્રોજેકટ સુપર ગર્લમાં વ્યસ્ત એમી જેકસન સુપરસ્ટાર રજનીકાંત સાથે ફિલ્મ ૨.૦માં લીડ રોલમાં છે.

(12:42 pm IST)