Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

સેકશન ૩૭૫માં વકીલ તરીકે દેખાશે અક્ષય ખન્ના

મુંબઇલાંબા સમય બાદ ફિલ્મ ઢીશૂમ, ઇત્તેફાક, મોમ જેવી ફિલ્મોમાં પોતાના અલગ અંદાજમાં કમબેક કરનાર અભિનેતા અક્ષય ખન્નાએ દિગ્દર્શક મનીષ ગુપ્તાની એક ફિલ્મ સાઇન કરી છે. આ ફિલ્મમાં અક્ષય ખન્ના એક હટ કે અવતારમાં જોવા મળવાનો છે. ફિલ્મ સેકશન ૩૭૫ : મર્જી યા જબરદસ્તી દસ રિયલ લાઇફ ઘટનાઓથી પ્રેરિત હશે. સસ્પેન્સ ડ્રામા ફિલ્મનું શૂટિંગ માર્ચ મહિનાના અંતમાં શરૂ થવાનું છે. આ અગાઉ મનીષે વર્ષ ૨૦૧૫માં ફિલ્મ રહસ્ય બનાવી હતી. મનીષે જણાવ્યું હતું કે અક્ષય ખન્ના એક સશકત વકીલની ભૂમિકામાં છે. જયારે રિચા ચઢ્ઢા સરકારી વકીલ બની છે. અત્યારે રેપ અથવા સહમતિથી થયેલા સેકસના અનેક કેસો સામે આવી રહયા છે જે અસ્પષ્ટ છે. કાયદાનો દુરૂપયોગ પુરૂષ અને મહિલાઓ બંને કરી શકે છે. ભારતીય કાનૂન પુરાવાના આધાર પર ન્યાય આપે છે. અમારી ફિલ્મ મહિલાઓ કઇ રીતે ભારતીય કાનૂનની ટીખ્ખળ ઉડાવી તેનો દુરુપયોગ કરતા અચકાતી નથી તેના પર બનાવવામાં આવી છે.

(12:42 pm IST)