Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

સવાલોના સવા કરોડ

હવે ગુજ્જુભાઇ તમને બનાવશે કરોડપતિ

ગુજરાતી ચેનલ પર પહેલો એવો ગેમ-શો જેમાં જીતી શકાશે સવા કરોડ રૂપિયા સુધીનું કેશ પ્રાઇઝ

મુંબઇ, તા.૧૮: ગુજરાતી થિયેટર અને ફિલ્મોના સુપરસ્ટાર એવા સિર્દ્ઘાથ રાંદેરિયાને લઈને ગેમ-શો ડિઝાઇન થયો છે, જેનું નામ છે 'સવાલોના સવા કરોડ.'આ ગેમ-શો જાણીતી ગુજરાતી ન્યુઝ-ચેનલ પર આવશે. માર્ચ મહિનાથી શરૂ થતા આ ગેમ-શોની રજિસ્ટ્રેશનલાઇન આજથી ખૂલી રહી છે ત્યારે સિદ્ઘાર્થ રાંદેરિયાએ કહ્યું કે 'ઇન્ટેલિજન્સીની બાબતમાં ગુજરાતીઓ ખૂબ આગળ નીકળતા જાય છે. ભલે આપણે વેપારી પ્રજા કહેવાઈએ, પણ તમે જુઓ કે આજે સિવિલ સર્વિસથી લઈને ફોરેન સર્વિસ અને ટેકનોક્રેટ વર્લ્ડમાં પણ ગુજરાતીઓ બહુ આગળ પડતા છે. ગુજરાતીઓ પાસે કોઈ એવો ગેમ-શો નહોતો જેમાં તેની ઇન્ટેલિજન્સી બહાર આવે. આ શો થકી ગુજરાતીઓની બૌદ્ઘિક ક્ષમતા સામે આવશે અને સાથોસાથ મોટી રકમ પણ જીતવા મળશે.'

સિદ્ઘાર્થ રાંદેરિયા શો હોસ્ટ કરશે. સિદ્ઘાર્થભાઈએ અગાઉ કોઈ ગેમ-શો કર્યા નથી. ગેમ-શો તો ઠીક, સિદ્ઘાર્થભાઈએ કયારેય ટીવી-સિરિયલને પણ પ્રાધાન્ય આપ્યું નથી. ગુજરાતી થિયેટરમાં એકચક્રી શાસન ચલાવતા સિદ્ઘાર્થ રાંદેરિયાએ ગુજરાતી ફિલ્મો કરવાનું પણ છેલ્લા દસકાથી શરૂ કર્યું છે. સિદ્ઘાર્થભાઈ કહે છે, 'શોનું ફોર્મેટ અને નવી જનરેશનના ઇન્ટેલિજન્સને બહાર આવવા માટે મળનારી દિશા જોઈને મેં શો માટે હા પાડી.'

'સવાલોના સવા કરોડ'ની રજિસ્ટ્રેશનલાઇન ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ઓપન કરશે. રજિસ્ટ્રેશન શોની ઓફિશ્યલ વેબસાઇટ પરથી થશે.

(10:08 am IST)
  • આગામી ૨૦ જાન્યુઆરીથી ૨૪ જાન્યુઆરી સુધી સ્પાઈસ જેટની રાજકોટ - દિલ્હી ફલાઈટ કેન્સલ : ૨૫મીએ આવશે તથા ૨૬ જાન્યુઆરીએ પણ રદ્દ કરાઈ : દિલ્હીમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી સંદર્ભે એર ગ્લોઝર જાહેર કરાયુ હોય સ્પાઈસ જેટની રાજકોટ - દિલ્હી વચ્ચેની દરરોજ આવતી ફલાઈટ આગામી તા.૨૦ જાન્યુઆરીથી ૨૪ જાન્યુઆરી સુધી રદ્દ કરાઈ છે : ટોચના એર ખાતાના સૂત્રોના ઉમેરાયા મુજબ આ ફલાઇટ ૨૫મીએ આવશે : પરંતુ ૨૬ જાન્યુઆરીએ પણ રદ્દ રહેશે : રાજકોટ એર ઈન્ડિયા દ્વારા પોતાની દિલ્હીની ફલાઈટ અંગે હજુ કોઈ જાહેરાત કરાઈ નથી access_time 4:20 pm IST

  • છેલ્લા ૨૪ કલાકમાં પાંચ હજાર નવા કોરોના કેસ સાથે કેરળ દેશમાં પ્રથમ નંબરે: બીજા નંબરે મહારાષ્ટ્ર ત્રણ હજાર નવા કેસ: ગુજરાત નવા ૫૧૮ કેસ સાથે આઠમા નંબરે રહ્યું છે access_time 10:38 am IST

  • એક કરોડની લાંચનો મામલો સીબીઆઈ ત્રાટકી: ત્રણની ધરપકડ CBI (કેન્દ્રીય તપાસ બ્યૂરો)એ 1985ના એક વરિષ્ઠ રેલવે અધિકારી મહેન્દ્રસિંહ ચૌહાણ સહિત 3ની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. ૧ કરોડ રૂપિયાની લાંચ મામલે ત્રણેયને ઝડપ્યા હોવાના અહેવાલો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે access_time 8:40 pm IST