Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

હું મારી ઉંમરના હિસાબે રોલ કરવા માંગુ છું: સૈફ અલી ખાન

મુંબઈ: 'તન્હાજી: અનસંગ વોરિયર' ફિલ્મ બાદ હવે સૈફ અલી ખાન ટૂંક સમયમાં 'જવાની જાનમન'માં જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન નીતિન કક્કરે કર્યું છે. પૂજા બેદીની પુત્રી આલિયા ફર્નિચરવાલા ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. ફિલ્મમાં સૈફ આલિયાના પિતાનો રોલ કરશે.સૈફે કહ્યું કે તે હવે ઉંમર પ્રમાણે યોગ્ય ભૂમિકા કરવા માંગે છે. તેમણે કહ્યું કે, નિર્માતા જય શેવક્રામાણીએ થોડા વર્ષો પહેલા મારી સાથે ફિલ્મનો આઇડિયા શેર કર્યો હતો. તાજેતરમાં, જ્યારે હું મારી કારકિર્દી વિશે વિચારતો હતો ત્યારે મને લાગ્યું કે હું મારી ઉંમર પ્રમાણે રોલ કરવા માંગુ છું. તે પિતાની ભૂમિકા હોઈ શકે પણ તે રસપ્રદ હોવી જોઈએ.

(5:08 pm IST)