Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

વધુ એક ફિલ્મમાં નેગેટિવ રોલ કરશે અક્ષય કુમાર

મુંબઈ:બોલિવૂડનો મોખરાનો એક્શન અને કોમેડી સ્ટાર અક્ષય કુમાર ફરી એક વાર સાઉથના માતબર ડાયરેક્ટર ૨.૦ ફેમ શંકરની વધુ એક ફિલ્મમાં નેગેટિવ રોલ કરશે એવી ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી.અત્યાર અગાઉ અક્ષય કુમારે સાઉથના ભગવાન મનાતા અભિનેતા રજનીકાંત સાથે ૨.૦ ફિલ્મમાં નેગેટિવ કહેવાય એવો ક્રોમેનનો રોલ કર્યો હતો.આ દિશામાં લેટેસ્ટ માહિતી મુજબ સાઉથના સુપર સ્ટાર ફિલ્મ સર્જક કમલ હાસન હાલ ઇન્ડિયન ટુ નામે ફિલ્મ બનાવી રહ્યા છે જેનુમં નિર્દેશન પણ શંકર કરવાના છે અને એમાં અક્ષય કુમારને નેગેટિવ રોલ માટે સાઇન કરવામાં આવ્યો હતો. એને લેવાની કમલ હાસન અને શંકર બંનેની યોજના હતી. આમ બોલિવૂડનો ટોચનો એક્શન અને કોમેડી સ્ટાર અક્ષય કુમાર હવે સાઉથની ફિલ્મોમાં નેગેટિવ રોલથી એન્ટ્રી મારી રહ્યો છે. જતે દિવસે એ સાઉથનો ટોચનો વિલન  બની જાય તો નવાઇ નહીં.ઇંડિયન ટુ ૧૯૯૪માં આવેલી અને કમલ હાસનને ગુસ્સે ભરાયેલા એક વૃદ્ધના રોલમાં રજૂ કરતી હિટ ફિલ્મ ઇંડિયનની સિક્વલ છે. શંકરે મંગળવારે પોંગલ નિમિત્તે આ ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલિઝ કર્યો હતો.બોલિવૂડમાં હાલ અક્ષય એક તરફ બેટલ ઑફ સારગઢીની કથા પર આધારિત કરણ જોહરની કેસરી ફિલ્મ કરી રહ્યો છે તો બીજી બાજુ એ ઇન્દ્ર કુમારની સુપરહિટ કોમેડી સિરિઝ ધમાલની ત્રીજી કડી ટોટલ ધમાલ કરી રહ્યો છે.

(5:35 pm IST)