Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

૧૯૬૨માં ચીન સાથે થયેલા યુ્દ્ધ વખતે અેકલાહાથે ૭૨ કલાક સુધી ચીનની સેનાને રોકી રાખનાર જાંબાઝ યોદ્ધા જશવંતસિંહ રાવતની બાયોપિક ફિલ્મ ૭૨ અવર્સ-માર્ટિયર હુ નેવર ડાઇડ આજે રિલીઝ થઇ

દહેરાદુન : 1962માં ચીન સાથે થયેલા યુદ્ધ વખતે એકલાહાથે 72 કલાક સુધી ચીનની સેનાને રોકી રાખનાર મહાવીર ચક્ર વિજેતા જાંબાઝ યોદ્ધા જસવંત સિંહ રાવતના જીવન પર બનેલી ફિલ્મ 72 અવર્સ : માર્ટિયર હુ નેવર ડાઇડ આજે રિલીઝ થઈ છે. તેમણે દુશ્મનોના 300થી વધારે સૈનિકોને એકલાહાથે માર્યા હતા. હવે આ સૈનિકના જીવનને રૂપેરી પડદે દેખાડવામાં આવી રહ્યું છે.  જસવંત સિંહ જે સ્થાન પર શહિદ થયા હતા એ જગ્યા પર ભવ્ય મંદિર છે અને એ સમગ્ર જગ્યાને જસવંતગઢના નામે ઓળખાય છે.

આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ઉત્તરાખંડમાં થયું છે. ફિલ્મનું ટીઝ સોશિયલ મીડિયામાં ભારે લોકપ્રિય થઈ રહ્યું છે. ડિરેક્ટર અને લેખક અવિનાશ ધ્યાનીએ આ બાયોપિક બનાવી છે. તેમણે જ આ ફિલ્મમાં લીડ રોલ કર્યો છે. ફિલ્મનું શૂટિંગ ચકરાતા, ગંગોત્રી, હર્સિલ અને હરિયાણાના રેવાડીમાં થયું છે. આ ફિલ્મ બનાવવા માટે લગભગ 12 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

પૌડી ગઢવાલના બાડિયુ ગામમાં 15 જુલાઈ, 1941ના દિવસે ગુમાન સિંહ રાવત અને લાલા દેવીના ઘરમાં જન્મેલા જસવંત સિંહ સાત ભાઈ બહેનોમાં સૌથી મોટા હતા. તેઓ સરહદની સુરક્ષા માટે શહિદ થઈ ગયા. જસવંત સિંહના ભાઈ આજે પણ દેહરાદુનમાં રહે છે. ચીન સામેની જસવંત સિંહની લડાઈમાં સૈલા અને નુરા નામની બે સ્થાનિક યુવતીઓએ સાથ આપ્યો હતો.

(5:32 pm IST)