Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

'દબંગ-3'માં આ કન્નડ અભિનેતા હશે વિલન...

મુંબઈ:બૉલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનની દબંગ 3 ની શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે. આ વર્ષે ડિસેમ્બરમાં ફિલ્મ આવી શકે છે. સલમાન ખાન ફરી એકવાર ચુલબુલ પાંડે તરીકે જોશે. સૂત્રોના જણાવ્યા મુજબ કન્નડ અભિનેતા સુદીપ દબંગ 3માં વિલનની ભૂમિકામાં નજરે પડશે. આ ફિલ્મની શૂટિંગ 90-100 દિવસમાં પુરી કરવામાં આવશે.ફિલ્મના નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે, "ફિલ્મમાં સલમાન અને સુદીપને કાસ્ટ કરવાની યોજના લાંબા સમયથી થઈ રહી છે. ફિલ્મમાં સુદીપની ભૂમિકા નકારાત્મક રહેશે. '

 

(5:32 pm IST)