Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

ભૂમિ પેડનેકર ૪૫ દિવસ સુધી રૂમમાં પુરાઇ રહી!

મુંબઇ તા. ૧૮: દમ લગા કે હઇસા, શુભ મંગલ સાવધાન, લસ્ટ સ્ટોરીસ, ટોઇલેટ-એક પ્રેમકથા જેવી ફિલ્મો અને સિરીઝ થકી જાણીતી અભિનેત્રી ભૂમિ પેડનેકર હવે ૭૦ના દસકની ફિલ્મ 'સોનચિડીયા'માં ચંબલની રહેવાસી યુવતિના રોલમાં જોવા મળવાની છે. ભૂમિએ પહેલેથી જ પોતાની અભિનય ક્ષમતા સાબીત કરી દીધી છે. આ ફિલ્મમાં તેને મળેલા રોલને પુરેપુરો ન્યાય આપવા માટે ભૂમિ પોતે બધાથી સાવ અલગ થઇ ગઇ હતી અને એ પણ ૪૫ દિવસ સુધી!

ભૂમિએ આ બાબતે કહ્યું હતું કે મેં મારા પાત્રને સમજવા માટે મારી જાતને ૪૫ દિવસ સુધી દુનિયાથી અલગ કરી લીધી હતી. આ અભિનય કાયાપલટની એક પ્રક્રિયા છે, જેમાં પોતાને ભુલીને બીજી વ્યકિત બનવાનો પ્રયાસ કરવાનો હોય છે. સોનચિડીયાના રોલ માટે મારે આમ કરવું પડ્યું છે. મારા પાત્રના માનસ અને વ્યવહારને સમજવા મારે રૂમમાં પુરાઇ રહેવું પડ્યું હતું. જ્યાં સુધી હું પાત્રમાં ઢળી ન ગઇ ત્યાં સુધી હું ઘરમાં જ રહી હતી. આ પાત્ર માટે હું બુંદેલખંડી ભાષા પણ શીખી છું. નિર્માતા રોની સ્ક્રુવાલાની આ ફિલ્મનું નિર્દેશન અભિષેક ચોૈબેએ કર્યુ છે. સુશાંતસિંહ રાજપૂત, મનોજ બાજપેયી, રણવીર શોૈરી, આશુતોષ રાણા સહિતના કલાકારો ડાકૂઓની કહાનીમાં જોવા મળશે.

 

(12:00 pm IST)