Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

આજથી 'વ્હાય ચીટ ઇન્ડિયા','ફ્રૌડ સૈંયા' અને 'રંગીલા રાજા'રિલીઝ

આજથીત્રણ ફિલ્મો 'વ્હાય ચીટ ઇન્ડિયા', 'ફ્રોૈડ સૈંયા' અને  'રંગીલા રાજા' રિલીઝ થઇ છે.

નિર્માતા ભુષણ કુમાર, કિશન કુમાર, તનુજ ગર્ગ, અતુલ કાસબેકર, પ્રવીણ હાસમી અને નિર્દેશક સોૈમિક સેનની ફિલ્મ 'વ્હાય ચીટ ઇન્ડિયા'માં સંગીત રોચક કોહલી, ગુરૂ રંધાવા, કુણાલ રંગૂન, અગ્નિ અને સોૈમિક સેનનું છે. ફિલ્મમાં ઇમરાન હાસમી અને શ્રેયા ધન્વંતરીની મુખ્ય ભૂમિકા છે. કોમેડી ડ્રામા પ્રકારની આ ફિલ્મમાં ભારત દેશની આજની શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષણના નામ પર થઇ રહેલા ખોટા ધંધાઓ પર ખુબ કટાક્ષ કરવામાં આવ્યા છે. ઇમરાન હાસમી પહેલી જ વખત  અલગ પ્રકારની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નામ પહેલા ચીટ ઇન્ડિયા રખાયું હતું. પણ સેન્સર બોર્ડએ વાંધો ઉઠાવતાં રાતોરાત 'વ્હાય ચીટ ઇન્ડિયા' નામ રાખવામાં આવ્યું હતું. ઇમરાન હાસમી એવા યુવાનના રોલમાં છે જે નોકરી અપાવવાના બહાને ઠગાઇ કરતો હોય છે.

બીજી ફિલ્મ 'ફ્રોૈડ સૈંયા'ના નિર્માતા દિશા પ્રકાશ ઝા, કનિષ્ક ગંગવાલ અને નિર્દેશક સોૈરભ શ્રીવાસ્તવ છે. ફિલ્મમાં સંગીત સોહેલ સેનનું છે. અરશદ વારસી, સોૈરભ શુકલા, સારા લોરેન, ફલોરા સૈની, એલી અવીરામની મુખ્ય ભૂમિકા છે. ફ્રોડ સૈંયાની કહાની ભોલા પ્રસાદ ત્રિપાઠી (અરશદ વારસી)ની છે, જે પોતાની જાતને ખુબ ચાલાક સમજે છે. તેની અનેક પત્નિ છે તેની વચ્ચે તે ઘુમતો રહે છે. ભોલા પ્રસાદ લગ્ન કર્યા બાદ પત્નિના દાગીના પૈસા લઇને ભાગી જાય છે અને બીજા લગ્ન કરી લે છે. પણ તેની મુશિબત ત્યારે શરૂ થાય છે જ્યારે તે એક જાસૂસ અને પત્નિઓ વચ્ચે ફસાઇ જાય છે. પત્નિઓને સાચવવાના ચક્કરમાં ભોલા પ્રસાદ કેવો ફસાય છે તેની વાત કોમેડી થકી રજૂ કરવામાં આવી છે.

ત્રીજી ફિલ્મ 'રંગીલા રાજા'ના નિર્માતા  પહલાજ નિહલાની અને નિર્દેશક સિકંદર ભારતી છે. ફિલ્માં સંગીત ઇશ્વર કુમારનું છે. ગોવિંદા, મિશિકા ચોૈરસીયા, દિગાંગના સૂર્યવંશી, અનુપમા અગ્નિહોત્રી, શકિત કપૂર, પ્રેમ ચોપડા, ગોવિંદ નામદેવ સહિતના કલાકારો છે. ફિલ્મની કહાની રાજસ્થાનમાં રહેતાં બે ભાઇઓ વિજેન્દ્ર પ્રતાપસિંહ (ગોવિંદા) અને અજય પ્રતાપસિંહ (ગોવિંદા)ની છે. એટલે કે ગોવિંદા ડબલ રોલમાં છે. બંને ભાઇઓની જિંદગી જીવવાની રીત અલગ છે. વિજેન્દ્ર બિઝનેસમેન છે તો અજય યોગી છે. બંને ભાઇઓ પોતાની જિંદગીમાં મસ્ત છે. પણ સયમ અચાનક બદલાય છે અને એવી સ્થિતિ ઉભી થાય છે કે વિજેન્દ્ર તેમાં ફસાઇ જાય છે. આ વાતની જાણ નાના ભાઇ અજયને થતાં જ તે મોટા ભાઇની જિંદગી ફરીથી પાટે ચડાવવા માટે જવાબદારી ઉઠાવે છે. ગોવિંદાએ આ પહેલા પણ કમબેક કરવા એક ફિલ્મ કરી હતી. પરંતુ એ ફિલ્મ કયારે આવીને જતી રહી તેની પણ ખબર પડી નહોતી. હવે આ ફિલ્મની હાલત શું થાય છે તે બે-ત્રણ દિવસમાં ખબર પડી જશે.

(9:36 am IST)
  • રાજસ્થાનમાં રવિવારથી છૂટો છવાયો વરસાદ પડશેઃ સ્કાયમેટ : રાજસ્થાનના ઉતરીય અને પશ્ચિમના જિલ્લાઓમાં ૨૦થી ૨૪ જાન્યુઆરી વચ્ચે છૂટો છવાયો વરસાદ પડશે તેમ સ્કાયમેટ વેધર ચેનલ જણાવે છેઃ ગંગાનગર, હનુમાનગઢ, બિકાનેર, ચૂરૂ, અલ્વર, સિકર, ઝુંઝૂનું, સવાઇ મધોપુર, જયપુર અને જેસલમેર જિલ્લાઓમાં વરસાદની આગાહી થઇ છે. access_time 3:15 pm IST

  • ગોધરામાં વરલીના જુગાર ઉપર સ્ટેટ મોનીટરીંગ સ્કવોડ ત્રાટકીઃ પીએસઆઈ કે.એન. લાઠીયા અને ટીમે જુગટુ ખેલતા ૧૧ આરોપીઓને રૂ. ૧ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધાઃ સંવેદનશીલ વિસ્તારમાં દરોડાના પગલે લોકોના ટોળા એકઠા થયાઃ ખળભળાટ access_time 3:15 pm IST

  • દેહગામના કોલ્ડસ્ટોરેજમાં બ્લાસ્ટ થતાં ૪ના મોત : જય અંબે કોલ્ડ સ્ટોરેજમાં એમોનીયા ગેસની લાઈન ફાટતા બ્લાસ્ટ થયો હતો : જેમાં ૪ના મોત, ૨થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં સારવારમાં ખસેડાયા access_time 5:58 pm IST