Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

સેક્રેડ ગેમની સફળતા બાદ સૈફ અલિખાન ફરી એકવાર નેટફિલકસ સાથે કામ કરશેઃ પટકથા ખૂબજ શાનદારઃ ટુંક સમયમાં ફિલ્મ સાઇન કરશે

અમદાવાદ: સેક્રેડ ગેમની સફળતા બાદ સૈફ અલી ખાન ફરી એકવાર નેટફ્લિક્સ સાથે કામ કરવા જઈ રહ્યા છે. સૈફ અલી ખાને ખુદ તેની માહિતી આપતા કહ્યું કે, હાલમાં તે નેટફ્લિક્સની ફિલ્મ સાઈન કરવાના છેલ્લા સ્ટેજમાં છે. જેની પટકથા ખૂબ જ શાનદાર છે. સૈફ અલી ખાન એવા કલાકારોમાંથી છે જેણે વર્ષે 2018માં નેટફ્લિક્સના સેક્રેડ ગેમ્સથી ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કર્યું હતું. નવી ફિલ્મને લઈને વધુ જાણકારી હજી સામે નથી આવી.

સૈફ અલી ખાને કહ્યું કે, 'મે હાલમાં જ નેટફ્લિક્સની એક ફિલ્મ માટે શાનદાર સ્ક્રિપ્ટ સાંભળી છે. મને ફિલ્મની સ્ક્રિપ્ટ, આઈડિયા અને ડાયરેક્ટર ખૂબ જ પસંદ આવ્યા છે. અમે તારીખ નક્કી કરવાના પ્રયાસ કરી રહ્યા છે. અમે લગભગ તેના પર નિર્ણય કરવાના જ છીએ.' સૈફ અલી ખાનની અનેક ફિલ્મો રિલીઝ માટે કતારમાં છે. હાલમાં જ તેણે બંટી ઔર બબલી 2નું શૂટિંગ પૂર્ણ કર્યું છે, જેમાં રાની મુખર્જી પણ છે. આ ફિલ્મમાં એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી અને શરવરી પણ છે.

આ સિવાય સૈફ અલી ખાન હાલ એક્ટર અર્જુન કપૂર, જૈકલીન ફર્નાંડીઝ અને યામી ગૌતમ સાથે હિમાચલમાં ભૂલ પુલિસનું શૂટિંગ કરી રહ્યા છે. તે પહેલીવાર કોઈ હૉરર-કૉમેડી ફિલ્મમાં કામ કરી રહ્યા છે. 

સૈફ અલી ખાન ઓટીટી પ્લેટફોર્મમાં વખાણ કરી ચુક્યા છે. તેમણે કહ્યું કે, 'ઓટીટી બહુ જ સારી રીતે બૉક્સ ઑફિસની ગણતરીઓથી સ્વતંત્ર છે, જે સ્વાભાવિક રૂપે રચનાત્મકતાને નિયંત્રિત કરે છે. અહીં દર્શક નક્કી કરે છે કે તેમને શું જોવું છે અને કોણ સ્ટાર છે.' સૈફે કહ્યું હતું કે, 'ડિજિટલ માધ્યમ દર્શકોની સંખ્યા નથી જણાવતા. તે લોકોને ફિલ્મ કે સીરિઝને તેમની એબિલિટીના આધાર પર ઓળખવામાં મદદ કરે છે. એક સ્ટારનો પ્રાઈઝ ટેગ બજાર મૂલ્ય પર આધારિત હોય છે, પરંતુ સમાનતાનું વાતાવરણ હંમેશા સારું પડે છે.' મહત્વનું છે કે સૈફ અલી ખાનની સિરીઝ સેક્રેડ ગેમ્સને ખૂબ જ પ્રશંસા મળી હતી. જેમાં તેની સાથે નવાઝુદ્દી સિદ્દીકી પણ હતા. 

સેક્રેડ ગેમ્સ વિશે વાત કરતા સૈફ અલી ખાને કહ્યું કે, બંને સેટ પર બરાબર હતા.  તેઓ પ્રોજેક્ટની ભલાઈ માટે એકબીજાની સાથે મળીને કામ કરતા હતા. અહીં ફિલ્મ ઉદ્યોગ જેવી કોઈ સીનિયોરિટી નથી હોતી. ખાને કહ્યું હતું કે, ફિલ્મ ઉદ્યોગમાં હવે મોટા ફેરફારો થઈ રહ્યા છે, જ્યાં દરેક પગલે પડકાર રહેલો છે.

(3:57 pm IST)
  • ગઈકાલે ભારે હિમવર્ષાને કારણે કેદારનાથ ખાતે ફસાઈ ગયેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવત આજે બદ્રીનાથ પહોંચ્યા છે : દરમિયાન જમ્મુ કાશ્મીરના રાજૌરી વિસ્તારમાં આવેલ મુગલ રોડની સડક ઉપરથી બરફ હટાવવાનું કામ પૂર જોશથી ચાલી રહ્યુ છે : ગઈકાલે પીરપંજાલના પર્વતો ઉપર પણ ભારે બરફવર્ષા થઈ હતી જેને કારણે જમ્મુ - મુગલ રોડ બંધ કરી દેવો પડ્યો હતો access_time 1:05 pm IST

  • શેરબજારમાં આજે સવારે પ્રિ-ઓપન સેશનમાં સેન્સેકસ ૪૦૦ પોઈન્ટ ઉંચકાઈને ૪૪ હજારને પાર કરી ગયો છે : જયારે નીફટી ૧૨,૯૦૦ ઉપર પહોંચેલ છે access_time 12:09 pm IST

  • પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં કોરોના સતત હાહાકાર મચાવી રહ્યો છે : પશ્ચિમ બંગાળમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૦૧૨ નવા કેસો સામે આવ્યા છે, સાથોસાથ ૪૩૭૬ લોકો સાજા પણ થયા છે, જયારે ૫૩ લોકોએ આજ સવાર સુધીમાં જીવ ગુમાવ્યા છે : જયારે દિલ્હીમાં ૩૭૯૭ નવા કેસો જોવા મળ્યા છે : સામે ૩૫૬૦ લોકો સાજા પણ થયા છે : આજે સવાર સુધીમાં દિલ્હીમાં ૯૯ લોકોના મૃત્યુ થયા છે access_time 1:02 pm IST