Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

મહાનાયકની તબીયત ખરાબ છતાં દિવસના 18 કલાક કામ કરીને ત્રણ એપિસોડપુરા કર્યા

77 વર્ષની ઉંમરમાં અમિતાભ બચ્ચનનો આ જોશ ચોંકાવનારો

મુંબઈ : બોલીવુડના બેતાજ બાદશાહ અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ઘણાં સમયથી બીમાર છે. તાજેતરમાં જ તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા બિગ બીની તબીયત ભલે ખરાબ હોય, પણ તેમણે ક્યારેય કામ નથી છોડ્યું. જરાંક એવી તબીયત સારી થઈ કે અમિતાભ પાછાં સેટ પર આવી ગયા અને કેમેરા સામે પોતાનો જલવો વિખેરવા લાગ્યા હતા

થોડાંક દિવસ પહેલા જ અમિતાભ બચ્ચન તબીયતને કારણે રેસ્ટ કરી રહ્યા હતા અને કેટલાક દિવસ સુધી શૂટિંગ ન કરી. પણ, હવે તબીયત બરાબર થયા પછી અમિતાભ પાછાં સેટ પર આવી ગયા અને સતત કામ કરી રહ્યા છે. તાજેતરમાં લખેલી એક પોસ્ટમાં તેમણે જણાવ્યું કે તે 18 કલાક કામ કરી રહ્યા છે. હકીકતે, કેટલાક દિવસ રેસ્ટ કરવાથી કોન બનેગા કરોડપતિના એપિસોડ શૂટ થઈ શક્યા ન હતા અને હવે આગળના શૂટ કરવા જરૂરી હતા.

એવામાં અમિતાભ બચ્ચને 18 કલાક એક દિવસમાં કામ કરીને પોતાના એપિસોડ પૂરા કર્યા છે. તેમણે પોતાના બ્લૉગમાં એ પણ જણાવ્યું કે તેમણે એક દિવસમાં કોન બનેગા કરોડપતિના 3 એપિસોડ પૂરા કર્યા છે. તેમણે પોતાના બ્લૉગમાં એ પણ જણાવ્યું કે એક જ પણ જણાવ્યું કે તેમણે એક જ દિવસમાં 3 એપિસોડ પૂરા કર્યા અને તેઓ સતત કામ કરી રહ્યા છે. 77 વર્ષની ઉંમરમાં અમિતાભ બચ્ચનનો આ જોશ ચોંકાવનારો છે.

આ બ્લૉગ સિવાય અમિતાભ બચ્ચન આરામ કર્યા બાદ સેટ પર પહોંચ્યા હતા તો તેમણે ટ્વીટ કરીને આની માહિતી આફી હતી. આ ટ્વીટમાં અમિતાભ બચ્ચને કોન બનેગા કરોડપતિના સેટની તસવીરો અપલોડ કરી હતી અને તસવીર સાથે લખ્યું કે There is no work without work

(10:02 pm IST)
  • લડાકુ ડ્રોન અને જાસૂસી એરક્રાફ્ટ માટે ભારત અમેરિકા સાથે સાત અબજ ડોલરના સંરક્ષણ કરાર કરશે access_time 10:44 pm IST

  • 170 ધારાસભ્યો સાથે શિવસેનાની સરકાર પાંચ વર્ષ પુરા ચાલશે : 170 ધારાસભ્યોના ટેકા સાથે મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર પુરા પાંચ વર્ષ ચાલશે તેમ શિવસેનાના સાંસદ અને સામનાના તંત્રી સંજય રાઉતે જણાવ્યું છે access_time 10:39 pm IST

  • ભારતીય જનતા પક્ષે કર્ણાટકમાં કોંગ્રેસ અને જનતાદળમાંથી બળવો કરીને ભાજપમાં આવેલા 13 ધારાસભ્યોને ટિકિટ આપી છે access_time 10:45 pm IST