Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

રાનુ મંડલની મેકઓવર લૂક વાયરલ : મેકઅપ આર્ટિસ્ટને કર્યો ટ્રોલ : યુઝર્સે કહ્યું,,,,, ફ્યૂચરથી પણ બ્રાઈટ છે મેકઅપ

રાનુ મંડલનો મેકઅપ નોર્મલ સ્કિન ટોનથી ખૂબ લાઈટ: લોકોએ ફોટાની મજાક ઉડાવી

મુંબઈ : લતા મંગેશકરનું ગીત એક પ્યાર કા નગમા હે એ રાનૂં મંડલની કિસ્મત રાતોરાત બદલી ગઈ છે. રાનૂ મંડલ હાલન સમયમાં ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. રાનૂનું નામ દરેક જગ્યાએ છવાયેલુ છે. પોતાના હુનરના દમ પર રાનું ને ન માત્ર ફિલ્મોના ગીત ગાવાનો મોકો મળ્યો પરંતુ કેટલાંય રિયાલિટી શોમાં પણ ગેસ્ટ તરીકે તેમને બોલાવવામાં આવ્યા હતા

          રાનૂ મંડલ પોપ્યુલર થયા પછી કેટલીંય પબ્લિક ઈવેન્ટમાં જતી દેખાય છે. હાલમાં એક ઈવેન્ટમાં રાનૂ મંડલનો મેકઓવર લુક જોવા મળ્યો છે, જેને જોઈને લોકો દંગ રહી ગયા હતા. આ ઈવેન્ટમાં રાનૂ લહંગા અને હેવી જ્વેલરી પહેરેલી દેખાઈ રહી છે. રાનૂના આ લુકમાં સૌથી વધુ હાઈલાઈટ તેનો મેકઅપ છે કારણ કે તેનો મેકઅપ નોર્મલ સ્કિન ટોનથી ખૂબ લાઈટ છે.

            સોશિયલ મીડિયા પર રાનૂ મંડલની મેકઓવર વાળી ફોટો ઝડપથી વાયરલ થઈ રહી છે. લોકો રાનૂ મંડલની આ ફોટોનો ખૂબ મજાક બનાવી રહ્યાં છે અને તેમના મેકઅપ આર્ટિસ્ટને ટ્રોલ કરી રહ્યાં છે.

(7:12 pm IST)
  • દિલ્હીની ગેરકાયદે કોલોની કાયદેસર કરવાના મામલે ભાજપના જુઠ્ઠાણાનો પર્દાફાશ : સંસદની કાર્યસુચીમાં સામેલ નથી બિલ : આમ આદમીના સાંસદ સંજયસિંહએ કાર્યસૂચિ શેર કરીને કહ્યું જુઓ ભાજપનું જુઠ્ઠાણું : મોદી સરકાર દ્વારા જાહેર કરાયેલ દિલ્હીની અનિધિકૃત કોલોનીઓને અધિકૃત કરવાના બિલ સત્રની કાર્યસૂચિનો હિસ્સો નથી : આમ આદમી પાર્ટીએ આ મુદ્દો જોરશોરથી ઉઠાવવાનું એલાન કર્યું access_time 12:50 am IST

  • 170 ધારાસભ્યો સાથે શિવસેનાની સરકાર પાંચ વર્ષ પુરા ચાલશે : 170 ધારાસભ્યોના ટેકા સાથે મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર પુરા પાંચ વર્ષ ચાલશે તેમ શિવસેનાના સાંસદ અને સામનાના તંત્રી સંજય રાઉતે જણાવ્યું છે access_time 10:39 pm IST

  • યુએઈના નાગરિકો માટે વિઝા ઓન એરાઇવલ : ભારત સરકારે યુનાઇટેડ આરબ અમીરાત યુએઈના નાગરિકો માટે વિઝા ઓન એરાઈવલની સગવડતા જાહેર કરી છે access_time 10:36 pm IST